મુંબઇ, અભિનેત્રી આલિયા ભટ્ટના પરિવાર સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તે ઉપરાંત આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જોકે આ પોસ્ટ અભિનેત્રી આલિયા ભટ્ટની મા સોની રાઝદાન એ કરી હતી. આ પોસ્ટમાં ડ્રગ્સને લઈને વાત કરવામાં આવી હતી.
એક અહેવાલ અનુસાર અને સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ અનુસાર અભિનેત્રી આલિયા ભટ્ટની મા સોની રાઝદાને એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેઓ ડ્રગ્સના કેસનો શિકાર થતા હેમખેમ રીતે બચી ગયા.રાઝદાન સાથે એક છેતરપિંડીની ઘટના બની હતી. આપણી આસપાસ એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. અને એક વ્યક્તિએ દિલ્હી કસ્ટમ ઓફિસમાંથી ફોન કર્યો હતો.તો રાઝદાનને વધુમાં જણાવ્યું કે, ફોન પણ મને જણાવવામાં આવ્યું કે તેમણે ડ્રગ્સનો ઓર્ડર કર્યો છે. તે ઉપરાંત દિલ્હી પોલીસ સાથે પણ સંબંધ ધરાવે છે. ત્યારે બાદ સોની રાઝદાન મારી પાસે મારા આધાર કાર્ડનો નંબર માગ્યો હતો. ત્યારે મને લાગ્યું જે રીતે મારી આ પ્રકારનો કોલ આવ્યો છે. તે રીતે અન્ય વ્યક્તિઓ સાથે પણ આ પ્રકારના કોલ આવ્યા હશે અને આવતા હશે. આ પ્રકારના લોકો સામાન્ય વ્યક્તિઓ સાથે મોટી રકમા આવી રીતે પડાવતા હોય છે.
સોની રાઝદાને વધુમાં જણાવ્યું કે જ્યારે તેણે કોલ પર મારો આધાર નંબર માંગ્યો ત્યારે મેં તેને કહ્યું કે હું થોડા સમય પછી વિગતો આપીશ અને ફોન કટ કરી દીધો. આ પછી ફરી મેં આ નંબર પરથી આવતા એક પણ કોલ રિસીવ કર્યા ન હતા. ત્યારે આ અનુભવ મારા માટે ઘણો ડરાવી નાખે તેવો હતો. ત્યારે હું અન્ય લોકોને એ જ કહીશ કે જો તમારી પાસે આવો કોલ આવે તો ફોન કટ કરીને આ નંબરની જાણ પોલીસને કરવી જોઈએ.