કોલકતા, કોલકાતા હાઇકોર્ટે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની ટીએમસી પર પ્રહારો કરતી ભાજપની જાહેરાતો પર પ્રતિબંધ લગાવ્યો છે. તેની સાથે હાઈકોર્ટે ભારતીય ચૂંટણી પંચને પણ ટીએમસી દ્વારા પક્ષ પર વ્યક્તિગત હુમલાઓ કરતી ભાજપની જાહેરાતો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદોને સંબોધવામાં ‘મોટા પ્રમાણમાં નિષ્ફળ’ થવા બદલ ફટકાર લગાવી છે.
જસ્ટિસ સબ્યસાચી ભટ્ટાચાર્યએ તેમના આદેશમાં નોંયું હતું કે ‘મૌન સમયગાળા’ (ચૂંટણીના એક દિવસ પહેલા અને મતદાનના દિવસ) દરમિયાન ભાજપ દ્વારા કરવામાં આવેલી જાહેરાતો આદર્શ આચાર સંહિતા (એમસીસી) અને ટીએમસીના અધિકારોનું ઉલ્લંઘન કરતી હતી. નિષ્પક્ષ ચૂંટણી માટે નાગરિક આચારસંહિતાનું પાલન જરૂરી છે. “ટીએમસી પર કરવામાં આવેલા આક્ષેપો અને પ્રકાશનો સંપૂર્ણ રીતે અપમાનજનક છે અને ચોક્કસપણે હરીફોનું અપમાન કરવા અને વ્યક્તિગત હુમલાઓને સ્તર આપવાનો હેતુ છે. તેથી, આ જાહેરાતો એમસીસી સાથે સીધી વિરોધાભાસી છે તેમજ અરજદાર અને ભારતના તમામ નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન છે. મુક્ત, નિષ્પક્ષ અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે, ભાજપને આગામી આદેશો સુધી આવી જાહેરાતો પ્રકાશિત કરવા પર રોક લગાવવી જોઈએ,” એમ ન્યાયાધીશે આદેશમાં જણાવ્યું હતું.
બેન્ચે ઇસીઆઇને તેની નિષ્ફળતા” માટે આકરી ઝાટકણી કાઢી હતી. “ઈસીઆઇ નિયત સમયે ટીએમસીની ફરિયાદોનું નિરાકરણ કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે. આ કોર્ટને આશ્ર્ચર્ય થયું છે કે ચૂંટણીના સમાપન પછી ફરિયાદોનું નિરાકરણ કરવાનો કોઈ અર્થ નથી અને જેમ કે નિયત સમયમાં ઈસીઆઇની કાર્યવાહી કરવામાં નિષ્ફળતાના લીધે આ કોર્ટ મનાઈ હુકમ પસાર કરવા માટે મજબૂર છે,” ન્યાયમૂત ભટ્ટાચાર્યએ તેમના આદેશમાં જણાવ્યું હતું.