પૂર્વ ધારાસભ્યના સગાએ ગાંધીનગરમાં ફાર્મ હાઉસ પર યુવતીને બોલાવીને દુષ્કર્મ કર્યું

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા એક પૂર્વ ધારાસભ્યના ભાણીયા અને તેના મિત્ર ગાંધીનગર જિલ્લામાં જ આવેલા એક ફાર્મમાં ૨૦ વર્ષે યુવતીને સાફ-સફાઈ માટે બોલાવીને દુષ્કર્મ કર્યાની ઘટના બની હોવાની માહિતી મળી છે. જોકે આ અંગે તાલુકા કે સીટી પોલીસ મથકમાં હાલ કોઈ ગુનો નોંધાયો નથી.

આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે એક પૂર્વ ધારાસભ્યના ભણીયા દ્વારા અમદાવાદમાં રહેતી એક ૨૦ વર્ષની યુવતીને ગાંધીનગર ખાતે ફાર્મ હાઉસમાં સાફ-સફાઈ માટે બોલાવવામાં આવી હતી. જેમ ધારાસભ્યના ભાણીયા અને તેના મિત્ર તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. સૂત્રોને જણાવ્યા મુજબ આ ઘટના ૧૬ મી મેના રોજ બપોરના સમયે બની હતી. પીડિત યુવતીએ ગાંધીનગર જિલ્લામાં આવેલી એક હોસ્પિટલમાં આ બાબતે મેડિકલ કરાવતા સ્ન્ઝ્ર પણ દાખલ કરવામાં આવી છે. જેના આધારે આ યુવતી ફરિયાદ કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ ફાર્મ હાઉસમાં પૂર્વ ધારાસભ્યના ભાણીયા દ્વારા અગાઉ પણ કેટલીક યુવતીઓ સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જો ગુનો દાખલ થાય તો પૂર્વ ધારાસભ્યની રાજકીય કારકિર્દી પર અસર પડી શકે તેમ છે.