ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના ગરમોરીયા ગામે ધરમાં આકસ્મિક રીતે લાગેલ આગને કારણે ધરવખરી, અનાજ કપડા સળગી જતાં 30 હજારનુ નુકસાન થવા પામ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના ગરમોરીયા ગામે રહેતા રણછોડભાઈ રાઠવાના ધરમાં કોઈ આકસ્મિક કારણોસર આગ લાગી હતી. ધરમાં લાગેલ આગના કારણે ધરમાં રાખેલ અનાજ, મકાઈ, તુવેર, તથા ધરવખરી અને કપડા સળગી જતાં 30,000/-રૂપિયાનુ નુકસાન થતાં આ અંગે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.