સુરત કોસાડ આવાસમાંથી ઝડપાયું ૧.૫૦ કરોડનું ડ્રગ્સ, ૧ વ્યક્તિની અટકાયત કરાઇ

સુરત,

સુરતમાં ફરીથી એક વાર દોઢ કિલોથી વધુનું અને ૧. ૫૦ કરોડની કિંમતનું એનડી ડ્રગ્સ ઝડપાયું છે. અમરોલી પોલીસે કોસાડ આવાસમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે બે દિવસ અગાઉ જ ગુજરાત એટીએસ અને દિલ્લી પોલીસના સ્પેશ્યલ સેલે દિલ્લીથી ૮ કિલો હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે દિલ્લીના લાજપતનગર વિસ્તારમાંથી આરોપી હતમતઉલ્લાહની ગાડીની ડેકીમાંથી ૮ કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો. મૂળ પાકિસ્તાનનો આરોપી હતમતઉલ્લાહ પાછલા ૪ વર્ષથી દિલ્લીમાં ટુરિસ્ટ વિઝા પર રહેતો હતો. ગત મહિને ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસએ દરિયામાંથી ૫૦ કિલો ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની નાગરિકોને ઝડપ્યા હતા.જેની પાસેથી મળેલી બાતમીના આધારે દિલ્લીના લાજપતનગરમાંથી હતમતઉલ્લાહ નશાના સામાન સાથે ઝડપાયો હતો.

ગુજરાત એટીએસ દ્વારા ૧૨ નવેમ્બરે મોટી કામગીરી કરતા જુહાપુરામાંથી એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી.એટીએસ દ્વારા જુહાપુરામાંથી શહેજાદ અને મોહમદ નોફીલની ધરપકડ કરી છે. બે દિવસ પહેલાં ભુજથી આવેલા શખ્સ પાસેથી ડ્રગ્સ પકડાયું હતું. કુલ ૨.૮૦ લાખનું ડ્રગ્સ ઝડપાયું હતુ

સુરત શહેરમાં પોલીસ કમિશનર અજય તોમર દ્વારા યુવાધનને નશાની ચુંગાલમાંથી બહાર કાઢવા માટે વર્ષ ૨૦૨૦થી સુરતમાં કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યુ છે. છેલ્લા બે વર્ષથી સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રગ્સ તથા ગાંજાની હેરાફેરી કરતા લગભગ ૨૦૦ જેટલાં વ્યક્તિઓને પકડી તેઓ વિરૂધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં અવારનવાર, લિંબાયત, સચિન, ઉધના સહિતના વિસ્તારમાંથી ર્ડ્ગસ પેડલરની અટકાયત કરવામાં આવી છે.

ડ્રગ્સના કેસમાં જે તે શહેરની ક્રાઇમ બ્રાંચથી માંડીને એસ.ઓ.જી. સાથે ગુજરાત એટીએસ રેકોર્ડ બ્રેક એન.ડી.પી.એસ.ના કેસ કર્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૨માં જાહેર કરવામાં આવેલા આકંડા મુજબ ૧૬ સપ્ટે ૨૦૨૧થી ૨૨ ઓગષ્ટ ૨૦૨૨ દરમિયાન ૫૨ અબજ ૫૫ કરોડ ૩૧ લાખ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપી લેવામાં આવ્યું છે તેમજ ૧ વર્ષમાં સ્ડ્ઢ ડ્રગ્સના ૧૨૭ કેસ કરીને ૨૦૯ આરોપીની ધરપકડ કરવામાં આવી છે . એક સમયએ ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ગયો હતો પણ ગુજરાતમાં હવે એમ.ડી. ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનો ખુલાસો થયો છે જ્યારે દરિયાઈ માર્ગે આવતું હેરોઇન ગુજરાત નહીં પજાંબ અને બેગ્લોર સહિત સાઉથમાં જતું હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વધી રહેલું ડ્રગ્સનું નેટવર્ક ખૂબ જ ચિંતાજનક છે. જેથી તમામ એજન્સી ડ્રગ્સ દૂષણને દૂર કરવા અને યુવા પેઢી બચાવ નવા નવા અભિયાન શરૂ કર્યા છે.