કાલોલ તાલુકાના રીંછીયા નવા ધરો ગામે રહેતી 18 વર્ષિય યુવતીએ કોઈ કારણોસર કુવામાં પડી જતાં ડુબી જવાથી મોત નીપજવા પામ્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના રીંછીયા નવા ધરોમાં રહેતી ધમિષ્ઠાબેન વિજયસિંહ પરમાર(ઉ.વ.18)એ તા.18મેના રોજ કોઈ અગમ્ય કારણોસર કુવામા પાણીમાં પડી ગયેલ હોય જેને લઈ પાણીમાં ડુબી જતા મરણ થયેલ આ બાબતે વેજલપુર પોલીસ મકે ફરિયાદ નોંધાવવા પામી છે.