ગોધરા-વડોદરા હાઈવે સહયોગ હોટલ સામે બાઈક ડિવાઈડર સાથે અથડાતા પાછળ બેઠેલ યુવાનનુ મોત

ગોધરા,ગોધરા-વડોદરા હાઈવે રોડ વેજલપુર સહયોગ હોટલ સામે રોડ ઉપરથી પસાર થતી બાઈકના ચાલકે પોતાનુ વાહન રોડ વચ્ચેના ડિવાઈડર સાથે અથડાવી દીધી હતી. જેને લઈ બાઈક પાછળ બેઠેલ 35 વર્ષિય યુવાનને ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે ચાલકને ઈજાઓ થવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા-વડોદરા હાઈવે રોડ ઉપર વેજલપુર સહયોગ હોટલ સામેથી બાઈક નં.જીજે-17-એએસ-2629ના ચાલક પસાર થતો હતો અને પોતાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને રોડ વચ્ચેના ડિવાઈડર સાથે અથડાવી દીધી હતી. જેને લઈ બાઈક પાછળ બેઠેલ ફુલજીભાઈ પુનાભાઈ ડાભી(ઉ.વ.35)ને ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે બાઈક ચાલક સંજયભાઈ ખાંટને ઈજાઓ પહોંચતા આ અંગે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.