દાહોદ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

દાહોદ, દાહોદ જીલ્લામાં દાહોદ જીલ્લા ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્મા સમારંભ-2024 અંતર્ગતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12માં જાહેર થયેલ પરિણામમાં ક્ષત્રિય રાજપુત સમાજ માંથી દાહોદ જીલ્લામાં ધોરણ 10માં દાહોદ જીલ્લામાં પ્રથમ ક્રમાંકે અને ગુજરાત રાજ્ય માંથી ત્રીજા ક્રમાંકે આવેલ રાઠોડ વિકાંસ બળવંતસિંહને દાહોદ જીલ્લા ક્ષત્રિય રાજપુત સમાજે સન્માતિ કરવામાં આવ્યાં હતાં. આ વિદ્યાર્થીએ દાહોદની શાળામાં અભ્યાસ કર્યો હતો અને ધોરણ 10 બાદ આ વિદ્યાર્થી ડોક્ટર બનવાની ઈચ્છા સાથે રાજકોટમાં એડમીશન પણ લીધું છે. આ ઉપરાંત દાહોદ જીલ્લામાંથી ક્ષત્રિય રાજપુત સમાજના ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ પામેલ 50થી વધુ વિદ્યાર્થીઓને પણ દાહોદ જીલ્લા ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતાં.