જાંબુધોડાના કકરોલીયા ગામ પાસે બે બાઈકો વચ્ચે અકસ્માતમાં બન્ને બાઈક ચાલકોના મોત

  • બાઈક ઉપર સવાર અન્યને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા.

જાંબુધોડા, જાંબુધોડા તાલુકાના કકરોલીયા ગામ પાસે બે બાઈકો વચ્ચે થયેલ અકસ્માતમાં બન્ને બાઈક ચાલકોના ધટના સ્થળે મોત નિપજાવા પામ્યા. જ્યારે બાઈક ઉપર સવાર અન્ય વ્યકિતઓને ઈજાઓ પહોંચતા બોડેલી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ જાંબુધોડા તાલુકાના કકરોલી ગામ પાસેથી બોડેલી થી પાવાગઢ તરફ લગ્નમાં આવતી બાઈક અને જાંબુધોડા થી બોડેલી તરફ જતી બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે બાઈકો વચ્ચે સર્જાયેલ અકસ્માતની ધટનામાં બન્ને બાઈક ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નિપજાવા પામ્યા હતા. જ્યારે બાઈક ઉપર સવાર અન્ય વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચતા દવા સારવાર માટે બોડેલી ખાતે અને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ધટનાને લઈ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી.