હાલોલ વોર્ડ-રમાં ભુર્ગભ ગટર લાઈન બાદ બનતા નવા રસ્તા ઉ5ર ભુવો પડતા ટેન્કર ફસાયું

હાલોલ, હાલોલ વોર્ડ નંબર-રમાં ભુર્ગભ ગટર લાઇનની કામગીરી પુરી થતાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. રોડ ઉપર કરાયેલ માટી કામમાં રોડ ઉપર કમોસમી વરસાદને લઈ ભુવો પડતાં પુન: માટી કામ કરાયું હતું. આ રોડ ઉપર પાણીનું ટેન્કર ફસાઇ જતાં ભુર્ગભ ગટર લાઇનની કામગીરી સામે પ્રશ્ર્નો ઉઠવા પામ્યા છે.

હાલોલ વોર્ડ નંબર-રમાં ભુર્ગભ ગટર લાઈનની કામગીરી પુરી થતાં પાલિકા દ્વારા રસ્તાની કામગીરી શરૂ કરાઈ છે. એસ.ટી.બસ સ્ટેન્ડ થી યુવરાજ હોટલ તરફ રસ્તા ઉપર માટી કામ કરવામાં આવ્યું હતું અને કમોસમી વરસાદને લઈ રોડ ઉપર ઠેકઠેકાણે ભુવાઓ પડયા હોય જેને લઈ પૂન: માટી કામ કરીને પડેલ ભુવાઓ પુરવામાં આવ્યા હતા. ત્યારે નવા બનતા રસ્તા ઉપર પાણીનુંં ટેન્કર ફસાઈ જવાની ધટના બની છે. ત્યારે હજી ચોમાસની સીઝનનો વરસાદ પહેલા હાલોલમાં ભુર્ગભ ગટર લાઇનની કામગીરી બાદ નવા બનેલ રસ્તાઓની હાલત કેવી હશે તેની કલ્પના કરવી રહી ભુર્ગભ ગટર લાઈનની કામગીરી બાદ યોગ્ય પુરણ નહિ કરવાને લઈ રસ્તા ઉપર ભુવા પડવાનો સીલસીલો હજી પણ ચાલુ રહ્યો છે.