ગોધરા, ગોધરા તાલુકાના નદીસર પતરાના મુવાડા ગામના ફરિયાદીને બે આરોપીઓએ નાણાંકીય સહાય અપાવાના બહાનાથી નાણાં ઉધરાવી લઈ લોન નહિ આપવાની વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનાના આરોપીઓ દ્વારા રેગ્યુલર જામીન અરજી અને આરોપી-રની આગોતરા જામીન અરજીની સુનાવણી હાથ ધરતા અરજી નામંજુર કરાઈ હતી.
ગોધરા તાલુકાના નદીસર પતરાના મુવાડા ગામે ફરિયાદી રાયજીભાઇ સોમાભાઇ બારીયા અને અન્ય વ્યકિતઓને આરોપીઓ હિમાંશુભાઈ નરેશભાઇ બારોટ અને ખુશ્બુબેન હિમાંંશુભાઇ બારોટ (રહે. ખેરાલું હાલ-વડનગર)એ ગામડાના લોકોને વિશ્ર્વાસમાં લઈ સુર્ય ફાઉન્ડેશન નામની કંપની માંંથી નાણાંકીય સહાય આપે છે. સહાય મેળવવા માટે 1000/-રૂપીયા કંપનીમાં જમા કરવાવવામાં આવ્યા પછી લાભાર્થીને 85,000/-રૂપીયા ઉપર કંપની દ્વારા 45 દિવસમાં લાભાર્થીને ચેક મારફતે જમા કરાવી દેવાશે તેવી લોભામણી વાતો કરી ઓનલાઇન તથા રોકડા રૂપીયા મળી 3,25,500/-રૂપીયા પડાવી લઈ સહાય નહિ અપાવી છેતરપિંંડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ કાંંકણપુર પોલીસ મથકે નોંંધાઈ હતી. જેમાં હિમાંશુ નરેશભાઇ બારોટને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હિમાંશુ બારોટ દ્વારા રેગ્યુલર જામીન અરજી એડી.ડીસ્ટ્રીકટ સેશન્સ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં દાખલ કરેલ જ્યારે ખુશ્બબેન હિમાંશુભાઈ બારોટને આગોતરા જામીન અરજી ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ જજ પી.એ.માલવીયાની કોર્ટમાંં કરેલ આ બન્ને અરજીની સુનાવણી જજ પી.એ.માલવીયાની કોર્ટમાં સુનાવણી હાથ ધરતા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની વિગતવાર દલીલો રજુ કરતાં હિમાંશુ બારોટની જામીન અરજી અને ખુશ્બુ બારોટની આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી.