નવીદિલ્હી, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તેની મજબૂત આવક અને સ્થિતિને પગલે આ વર્ષે રેકોર્ડ ડિવિડન્ડ જારી કરી શકે છે. જે કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા ખજાનામાં રૂ. ૧ લાખ કરોડનો વધારો થશે.
ગતસપ્તાહે આરબીઆઈએ જાહેરાત કરી હતી કે, ટ્રેઝરી બીલ્સ મારફત સરકારના દેવામાં રૂ. ૬૦ હજાર કરોડનો ઘટાડો થયો છે. વધુમાં આરબીઆઈ આગામી ઓપરેશનની સફળતાની ખાતરી કરતાં અમુક માપદંડો અમલમાં મુકી રહી છે. જેમાં સરકાર રૂ.૬૦૦૦૦નું બાકી દેવુ ચૂકવવાની યોજના બનાવી રહી છે. બંને પગલાં સરકારના ફંડ્સમાં વધારો કરશે. જે કેન્દ્ર સરકારની નાણાકીય સ્થિતિમાં સુધારો કરી વિકાસ કાર્યો માટે વધુ ફંડ ઉપલબ્ધ કરાવશે.
આરબીઆઈ સરકારની ડેટ મેનેજર તરીકે સેવા આપે છે. જે મેમાં આ સરપ્લસ ફંડ સરકારની તિજોરીમાં જમા કરાવશે. યુનિયન બેક્ધ ઓફ ઈન્ડિયાના ચીફ ઈકોનોમિક એડવાઈઝરે રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આરબીઆઈ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કેન્દ્ર સરકારના ખાતામાં રૂ. ૧ લાખ કરોડ સુધીની સરપ્લસ જમા કરશે. ગતવર્ષએ સૌથી વધુ રૂ. ૮૭૪૧૬ કરોડની સરપ્લસ ટ્રાન્સફર કરી હતી.
જ્યારે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના રિસર્ચ હેડ દ્વારા રૂ. ૧.૨ લાખ કરોડનું ડિવિડન્ડ ચૂકવવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેન્ક ની બેલેન્સ શીટ, કોર કેપિટલ રેશિયો વધી રહ્યો છે. જેથી ડિવિડન્ડની રકમ પણ વધી છે. યુએસ ફેડ દ્વારા વ્યાજદરોમાં વધારા સંચાલિત ફોરેન એક્સચેન્જ એસેટ્સમાંથી મળતાં વ્યાજમાં વૃદ્ધિના કારણે આરબીઆઈની સ્થિતિ વધુ મજબૂત થઈ છે.