પંચમહાલ જીલ્લા કલેકટરને મળેલ બાતમીના આધારે NEET પરીક્ષા કેન્દ્ર ગોધરા પરવડી ચોકડી જય જલારામ સ્કુલ ઉપર જીલ્લા અધિક કલેકટર અને જીલ્લા શિક્ષણાધિકારીની ટીમો દ્વારા તપાસ કરવામાંં આવતાં પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડન્ટની ગાડી માંંથી 7 લાખ રૂપીયા રોકડા મળી આવ્યા હતા. પરીક્ષા ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડન્ટના મોબાઈલ ફોનના વોટસઅપ ગૃપના શેરમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપીયા લેવાનું નકકી કરાયાનુંં તપાસમાં સામે આવતા આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ ધટનામાં જય જલારામ સ્કુલના શિક્ષક તુષાર ભટ્ટને સ્કુલ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગોધરામાં NEET ની પરીક્ષા ને લઈ તપાસ નો દોર ધમધામી રહે છે ત્યારે અનેક ની પરીક્ષામાં ચોરી કરાવવાના મુદ્દે વધુ એક ઈસમ ની સંડો વાણી બહાર આવી છે પોલીસે પુરષોત્તમ શર્મા નામના ઈસમનું નામ ખુલતા તેની ધરપકડ કરી લીધી છે પુરષોત્તમ શર્મા જય જલારામ સ્કૂલ ગોધરા નો પ્રિન્સિપાલ હોવાનું આવ્યું સામે આવ્યું છે પુરષોત્તમ શર્મા જય જલારામ સ્કૂલ ગોધરા ના NEET ની પરીક્ષાના કેન્દ્રનો કો.ઓર્ડીનેટર પણ હતો પોલીસે ઝડપાયેલા 4 ઈસમોને નિવેદનોમાં પુરષોત્તમ શર્માનું નામ ખુલતા મોડી રાત્રે ધરપકડ કરી આગળની પૂછતા જ શરૂ કરી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા બીજા કયા અન્ય ઇસમોના નામો બહાર આવશે.