રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં ૫૦૦થી વધુ લોકોને હીટવેવની અસર

વડોદરામાં પણ હીટવેવની અસરથી લોકો બીમાર પડ્યા છે. ગરમીનો પારો 43 પાર થતા હાલાકી વધી છે. વડોદરા શહેરમાં 500થી વધુ લોકોને હીટવેવની અસર થઈ છે. હીટવેવના પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી અને ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે વડોદરામાં પણ હીટવેવની અસરથી લોકો બીમાર પડ્યા છે. ગરમીનો પારો 43 પાર થતા હાલાકી વધી છે. વડોદરા શહેરમાં 500થી વધુ લોકોને હીટવેવની અસર થઈ છે. હીટવેવના પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી અને ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે.

બીજી તરફ અમદાવાદમાં પણ હીટવેવના કારણે સ્થાનિકોને ભારે પરેશાની છે. ગરમીના કારણે લૂ, ઝાડા- ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળ્યો છે. મે માસના 18 દિવસોમાં અમદાવાદમાં 108ને 4131 કોલ મળ્યા છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 216 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જ્યારે સૌથી વધુ 8 મેના રોજ 108ને 286 કોલ મળ્યા હતા.