કાંધલ જાડેજાએ એનસીપીના તમામ પ્રકારના હોદ્દા પરથી રાજીનામું આપી દીધા છે. એસસીપી દ્વારા કાંધલ જાડેજાની ટિકિટ કાપવામાં આવતા તેણે રાજીનામુ ધરી દિધુ છે. કાંધલ જાડેજા એનસીપી માથી કુતિયાણા બેઠક પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય ભન્યા હતા. કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજા મજબુત દાવેદાર હતો તેમ છતા એનસીપી દ્વારા તેને ટિકિટ નથી આપવામાં આવી. કાંધલ જાડેજાનો જુકાવ ભાજપ તરફ રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણી અને રાષ્ટ્રપતિની ચૂટણીમાં તે ક્રોસ વોટિંગ કરે છે. તેને લઇને રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી દ્વારા આ વખતે તેને ટિકિટ નહી આપવાનો નિર્ણય કર્યો છે
બીજી તરફ એનસીપી અને કોગ્રેસ વચ્ચે ૩ બેઠકો પર ગઠબંઘન કરવામા આવ્યુ છે. કાંધલ જાડેજા રાજ્યસભા અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરતો હોવાથી પાર્ટીના મેન્ડેટનો અનાદર કરતા કાંધલને આ વખતે ટિકિટથી વંચિત રાખવામા આવ્યો છે. કુતિયાણા વિધાનસભા બેઠક કાંધલ જાડેજાનો ગઢ માનાવામા આવે છે. આ બેઠક પરથી પહેલા સંતોકબેન જાડેજા જીતતા હતા. ત્યાર બાદ તેમનો દિકરો કાંધલ આ બેઠક પર ચૂટણી લડતો હતો ભાજપ દ્વારા આ બેઠક પર મહિલા ઉમેદવારનો ઢેલીબેન આડેજરાને ટિકિટ આપવામાં આવી છે તો કોગ્રેસ દ્વારા નાથાભાઇ આડેદરાને ટિકિટ આપવમાં આવી છે. આમ આદમી પાર્ટીએ ભીમાભાઇ મકવાણાને ટિકિટ આપવામા આવી છે