મુંબઇ, ’કલ્કી ૨૮૯૮ એડી’ એ ૨૦૨૪ માં રિલીઝ થનારી સૌથી વધુ ચચત ફિલ્મોમાંની એક છે અને તેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષની મોસ્ટ એવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મમાં સાઉથ સિવાય બોલિવુડના દિગ્ગજો પણ જોવા મળશે. મેર્ક્સે આ ફિલ્મ પાછળ પાણીની જેમ પૈસા વાપર્યા છે. ફિલ્મને શાનદાર બનાવવા માટે કોઈ ક્સર છોડી નથી.આ ફિલ્મમાં અનેક સ્ટાર કાસ્ટ છે અને તે અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક છે.
હવે ’કલ્કી ૨૮૯૮ એડી’ના નિર્માતાઓએ ફિલ્મમાંથી એક નવું પાત્ર રજૂ કર્યું છે. સાથે જ પ્રભાસના પાત્ર ભૈરવની નવી ઝલક પણ રજૂ કરવામાં આવી છે. ’કલ્કી ૨૮૯૮ એડી’ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે. જે હિન્દુ કથાઓ પર આધારિત છે. ફિલ્મ નાગ અશ્ર્વિન દ્વારા લિખિત અને નિર્દેશિત છે. વૈજયંતી ફિલ્મ દ્વારા આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મમાંથી એક છે. ફિલ્મમાં ડાયલોગ સાંઈ માધવ બુર્રાએ લખ્યા છે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો નાગ અશ્ર્વિન દ્રારા નિર્દેશિત સાયન્સ ફિક્શન ફિલ્મ કલ્કી ૨૮૯૮ એડી પ્રભાસની સાથે કમલ હાસન, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, દિશા પટની અને અન્ય સ્ટાર કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૭ જૂનના રોજ રિલીઝ થશે.
૬૦૦ કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મને હિન્દીમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાની જવાબદારી રવિના ટંડનના પતિ અનિલ થડાનીની કંપની એએ ફિલ્મે લીધી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લોક્સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મેર્ક્સે ફિલ્મની રીલિઝ ડેટ બદલાવી નાંખી છે. કારણ કે રિલીઝ ડેટ પાછળ જવાથી એક લાંબા વીકએન્ડનો ફાયદો મળશે. ફિલ્મ કલ્કીનો ટીઝર વીડિયો રિલીઝ થતા વાયરલ થઈ ચુક્યો છે. કારણ કે, સાલાર બાદ પ્રભાસને લઈ ચાહકો ખુબ ઉત્સાહિત છે. આ માટે કલ્કી માટે કોઈ રિસ્ક લેવા માંગતા નથી.