ગોધરા, ગોધરા તાલુકાના સારંગપુર ગામે અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલક યુવાનનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
મોરવા(હ)તાલુકાના નાગલોદ ગામે આવેલા પટેલ ફળિયામાં રહેતા ભુપતભાઈ વજાભાઈ પટેલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે,તેઓના સંબંધિ 35 વર્ષિય જશવંતભાઈ ભવાનભાઈ પટેલ પોતાની બાઈક લઈને ધરે આવવા માટે નીકળ્યા હતા. જશવંતભાઈ પટેલ પોતાની બાઈક લઈને ગોધરાના સારંગપુર પાસેથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલક જશવંતભાઈને અડફેટે લીધા હતા. જેમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ધટના સ્થળે લોકટોળા ભેગા થયા હતા. જે બાદ 108 મારફતે જશવંતભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.