મોરવા(હ)ના દેલોચ-મોરા રોડ ઉપર બોર્ડ સાથે બાઈક સવાર અથડાતા બે યુવાનો પૈકી એકનુ મોત

શહેરા,મોરવા(હ)તાલુકાના દેલોચ-મોરા રોડ ઉપર આવેલ બોર્ડ સાથે બાઈક ધડાકાભેર ભટકાતા બાઈક સવાર બે યુવાનોને ઈજાઓ થતાં સારવાર દરમિયાન એક યુવકનુ મોત નીપજયું હતુ.

દેલોચ ગામના નરેશ પર્વત ઝાલૈયા તથા સંજયભાઈ શનાભાઈ ડાભી આ બંને બાઈક લઈ મોરા તરફ જતા હતા તે સમયે બાઈક ચાલક સંજય ડાભીએ બાઈક પુરઝડપે હંકારી લઈ જઈ દેલોચ સીમાડાથી મોરા તરફ જતા રસ્તા ઉપર આવેલા બોર્ડની સાથે બાઈક ભટકાઈ હતી. જેથી બાઈક ઉપર બંને યુવાનો સાથે ફેંકાઈ જતાં નરેશ ઝાલૈયા(ઉ.વ.24)ને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. જયારે સંજય ડાભીને પણ શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. જેને લઈ બંને ઈજાગ્રસ્તોને 108 મારફતે મોરા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જયાંથી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન નરેલ પર્વત ઝાલૈયાનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. જેથી તેના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલમાં પી.એમ.રૂમમાં મુકયો હતો. આ સમગ્ર બાબતે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.