- ચોથા આરોપી વડોદરામાં ક્ધસલ્ટીંગનુંં કામ કરતો હોય અને પરશુરામ રોયને વિદ્યાર્થી લાવી આપતો.
ગોધરા, પંચમહાલ જીલ્લાના ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરી કરવાના ષડયંત્રમાં ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરવામાં આવી છે. પુછપરછ દરમિયાન વધુ એક આરોપી મુળ બિહારના અને વડોદરા ખાતે ક્ધસલ્ટીંંગ કામ કરતા ઈસમનું નામ ખુલતા ગોધરા તાલુકા પોલીસે બિહાર દરંભગાથી ઝડપી કરી તેની પુછપરછ હાથ ધરાઈ છે.
ગોધરાની જય જલારામ સ્કુલમાં નીટ પરીક્ષા સેન્ટરમાં પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓને 10 લાખ રૂપીયા લઈને પેપર સોલ્વ કરવાનુંં ષડયંત્ર સામે આવ્યું હતું અને આ ષડયંત્રમાં વડોદરાના પરશુરામ રોય, તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરાની ધરપકડ કરાઈ છે અને પંંચમહાલ જીલ્લામાં નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્રની તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરાઈ છે. ત્યારે ત્રણ નીટ પરીક્ષામાં પરીક્ષાર્થીઓને ચોરી કરવાના ષડયંત્રની પુછપરછ હાથ ધરાઈ છે. આરોપીઓની પુછપછર દરમિયાન વધુ ચોથા વ્યકિતનુંં નામ ખુલવા પામ્યું હતું. મુળ બિહારના અને વડોદરા ખાતે ક્ધસલ્ટીંગનુંં કામ કરતાં વિભોર આનંદનુંં નામ ખુલવા ગોધરા તાલુકા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે બિહારના દરભંગા પહોંચી હતી અને આરોપી વિભોર આનંદને ઝડપી પાડવામાં આવ્યો. નીટ ચોરીના ષડયંત્રમાં વધુ એક ઝડપાયેલ વિભોર આનંદની પુછપરછ દરમિયાન તે વડોદરાના આરોપી પરશુરામ રોયને વિદ્યાર્થીઓને લાવી આપવાનુંં કામ કરતો હતો. ત્યારે પોલીસ દ્વારા વિભોર આનંદની વધુ પુછપરછ હાથ ધરી છે. જોવાનુંં રહ્યું છે નીટ પરીક્ષા ચોરીમાં અન્ય આરોપીઓની સંડોવણી છે અને તેમની ભૂમિકા પણ સામે આવી શકે છે.