વરસાદની સિઝનમાં મચ્છરો(Mosquitoes) નો ત્રાસ ખૂબ વધી જાય છે. મચ્છરો પોતાની સાથે મલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવી ભયંકર બિમારીઓની સાથે આવે છે. ઘર, પાર્ચ હોય કે ગલીઓ-રસ્તાઓ મચ્છરો ક્યાંય આપણો પીછો નથી છોડતા. મચ્છરોને નષ્ટ કરવા માટે બજારમાં ઘાણા પ્રકારના સ્પ્રે મળે છે. પરંતુ શું તમે જાણો છો કે જે લોકોને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યા હોય છે તેમના માટે સ્પ્રે કેટલો ઘાતક સાબિત થઈ શકે છે.
ઘરમાં કઈ રીતે બનાવાય નેચુરલ સ્પ્રે?
બજારમાં મળતા સ્પ્રેની જગ્યા પર જો તમે હર્બલ અથવા નેચરલ સ્પ્રે (Mosquitoes natural spray)નો ઉપયોગ કરો તો બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યને પણ નુકશાન નહીં થાય. સાથે જ મામુલી ખર્ચમાં તમને મચ્છરોથી પણ રાહત મળી જશે. આવો તમને આવા ખૂબ જ પ્રભાવશાળી સ્પ્રે વિશે જણાવીએ. તમે ઈચ્છો તો આ પ્રકારના સ્પ્રે ઘરમાં પણ તૈયાર કરી શકો છો.
લેમન યુક્લિપ્ટસ ઓયલ
મચ્છરોને નષ્ટ કરવા માટે લેમન યુક્લિપ્ટસ ઓયલ ખૂબ કામ આવે છે. 90 એમએલ નારિયેળ અથવા ઓલિવ ઓયલમાં 10 એમએલ લેમન યુક્લિપ્ટસ ઓયલ મિક્ષ કરી લો. ત્યાર બાદ તેને કોઈ બોટલમાં બંધ કરીને સ્પ્રેની મદદથી ઘરના ખૂણામાં છાંટી દો. તમે ઈચ્છો તો તેના તેલને શરીર પર પણ લગાવી શકો છો. સ્પ્રે લિક્વિડને પાતળુ કરવા માટે તેમાં થોડુ પાણી પણ મિક્ષ કરી શકાય છે.
લિમડા અને નારિયળનું તેલ
લિમડાની સ્ટ્રોન્ગ મહેકથી મચ્છરો દુર ભાગે છે. લિમડાના તેલમાં હાજર પ્રાકૃતિક તત્વ મચ્છરોને પોતાની પાસે નથી આવવા દેતા. એક સ્ટડી અનુસાર લિમડા અને નારિયેળના તેલનું મિશ્રણ મચ્છરોને દુર ભગાડવામાં ખૂબ ફાયદાકારક છે. તેના માટે 30 એમએલ નારિયેળના તેલમાં લિમડાના તેલના ફક્ત 10 ટીપા મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં થોડુ ગરમ પાણી અથવા વોડકા મિક્ષ કરો અને આખા ઘરમાં છાંટો.
ટી ટ્રી ઓઈલ અને કોકોનટ ઓયલ
આ ઔષધીય ગુણોથી ભરપુર ટી ટ્રી ઓયલ પણ તમારા કામ આવી શકે છે. તેમાં હાજર એન્ટી સેપ્ટિક અને ઈનફ્લેમેટરી તત્વો મચ્છરોના ઝેરીલા ડંખને બેઅસર કરી દે છે. તેની સ્ટ્રોન્ગ સુગંધ મચ્છરોને ઘરમાં નહીં ઘુસવા દે. 30 એમએલ નારિયલના તેલમાં ટી ટ્રી ઓઈલના 10 ટીપા નાખો. ત્યાર બાદ થોડુ પાણી અને વોડકા મિક્સ કરો મચ્છરોને ભગાડવાનો જબરદસ્ત હોમ મેડ ફોર્મુલા અપનાવો.
લેમન જ્યુસ અને લવન્ડર ઓયલ
લવન્ડરની સુગંધ મચ્છરોને ઘરની બહાર રાખે છે. તે કારણે અમુક લોકો ઘરમાં તેનું ચમત્કારી પ્લાન્ટ રાખે છે. તમે ઈચ્છો તો લવન્ડરના તેલને લેમન જ્યુસમાં મિક્ષ કરીને મચ્છરોને ભગાવવા માટે સ્પ્રે બનાવી શકો છો. તેમાં તમે ફ્લેવર માટે થોડુ વેનિલા પણ મિક્ષ કરી શકો છો. તેને બનાવવા માટે 3-4 ટેબર સ્પૂન લેમન જ્યુસ, 3-4 ટેબલ સ્પુન વેનિલા અને લવન્ડર ઓઈલના 10-12 ટીપા કોઈ શીશીમાં મિક્ષ કરીને સારી રીતે મિક્ષ કરી લો અને પછી ઘરમાં તેનું સ્પ્રે કરો.
લેમન ગ્રાસ અને રોઝમેરી ઓઈલ
મચ્છરોને ભગાવવા માટે તમે લેમનગ્રાસ અને રોઝમેરી ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. ઘરમાં તેનો સ્પ્રે બનાવવા માટે 60 એમએલ નારિયેળ અથવા ઓલિવ ઓયલમાં લેમનગ્રાસ અને રોઝમેરીના તેલના 10-10 ટીપા નાખી દો. હવે આ તૈયાર લિક્વિડથી ઘરમાં સ્પ્રે કરી દો. તેનાથી મચ્છરો ક્યારેય ઘરમાં દાખલ નહીં થાય.