દાહોદ, દાહોદ જીલ્લાની ધાનપુર પોલીસે ધાનપુરના ટોકરવા ગામે એક મહિલા બુટલેગરના કબજા ભોગવટાના રેણાંક મકાનમાં પ્રોહી રેડ પાડી રૂા. 40,000 ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો ઝડપી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે.
પોતાની મળેલ પુરી અંગેની બાતમીને આધારે ધાનપુર પોલીસે ગઈકાલે સાંજે પોણા છ વાગ્યાના સુમારે ટોકરવા ગામે હવેલી ફળિયામાં રહેતી રેખાબેન ભુપેન્દ્રભાઈ બારીયા નામની મહિલા બુટલેગરના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં ધમધમતા દારૂના અડ્ડા પર ઓચિંતી પ્રોહી રેડ પાડી રૂપિયા 40,800 ની કુલ કિંમતની વિદેશી દારૂની કાચની તથા પ્લાસ્ટિકની કુલ બોટલ 336 પકડી પાડી કબજે લીધી હતી. જ્યારે પોલીસની રેડ વખતે મહિલા બુટલેગર રેખાબેન બારીયા પોતાના ઘરમાં હાજર ન હોવાને કારણે પોલીસ તેને પકડી શકી ન હતી.
આ સંબંધે ધાનપુર પોલીસે ટોકરવા ગામની મહિલા બુટલેગર રેખાબેન ભુપેન્દ્રભાઈ બારીયા વિરૂદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.