દાહોદ, જામનગર જીલ્લાના ધ્રોલ, જોડીયા તેમજ વડોદરા ગ્રામ્યના ઘર ફોડ ચોરીના મળી કુલ સાત અનડીટેકટ ગુનાઓ ડિટેક્ટ કરી બે આરોપીઓને ઘર ફોડ ચોરીમાં દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી સોના ચાંદીના દાગીના કિંમત રૂ15,710નો મુદ્દા માલ તેમજ વડોદરા શહેર વિસ્તારમાં ઘરફૂડ ચોરીના ત્રણ અનડીટેક્ટ ગુનાઓનો આરોપી ને ઘરફોડ ચોરીમાં લઈ ગયેલ ચાંદીના સિક્કા નંગ 22 કિંમત રૂ 29,200 એમ કુલ મળી 54,910 નો મુદ્દામાલ રિકવર કરી દાહોદ એલસીબી પોલીસે કુલ ત્રણ ઈસમોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા, વિવિધ કુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા, જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે જામનગર જીલ્લાના ધ્રોલ, જોડિયા તેમજ વડોદરા ગ્રામ્ય ના ઘરફોળ ચોરીના સાત બનાવવામાં ગુન્હાઓમાં સામેલ ઇસમો દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ધાનપુર ચોકડી ઉપર હોવાનું દાહોદ એલસીબી પોલીસને બાથમી મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ધાનપુર ચોકડી ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે ત્યાં બે ઈસમો શંકાસ્પદ મુદ્દા માલ લઈ ઊભા હોવાનું દેખાતા પોલીસે તેઓની પાસે જઈ પૂછપરછ હાથ ધરી હતી, પરંતુ પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ પોલીસે બંનેની પૂછપરછ દરમિયાન નામ ઠામ પૂછતા એકે પોતાનું નામ બાબુભાઈ મગનભાઈ માવી (રહે. ચીલાકોટા, ભૂસ્કા ફળિયુ, તા. લીમખેડા, જી. દાહોદ) અને બીજા એ પોતાનું નામ ભરતભાઈ મોતીભાઈ મંડોડ (રહે. દુધામલી, મંડોડ ફળિયુ, તા. ધાનપુર, જી. દાહોદ) જણાવ્યું હતું. ત્યારે પોલીસે તેઓની પાસે રહેલ માલ સામાનની તલાસી લેતા તેમાંથી પોલીસને સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 15,710/- નો મુદ્દા માલ મળી આવ્યો હતો જેથી પોલીસે તેઓની સઘન પૂછપરછ કરતા ઉપરોક્ત બંને ઈસમોએ જણાવ્યું હતું કે, પોતે પોતાના સાગરીતો સાથે ભેગા મળી જામનગર જીલ્લાના ધ્રોલ વિસ્તારમાં અલગ અલગ સમયે જુદી જુદી જગ્યાએ મંદિર ચોરી કરેલ તેમજ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ કરી હોવાની કબુલાત કરી હતી.
તેવી જ રીતે દાહોદ એલસીબી પોલીસને મળેલ બાટવીના આધારે કંબોઇ ચોકડી ઉપર વોચ ગોઠવી ઉભા હતા. તે સમયે કંબોઇ ચોકડી ઉપર એક ઈશમ શંકાસ્પદ મુદ્દા માલ સાથે ઉભો હતો પોલીસે તેની પાસે જઈ પૂછપરછ કરી હતી, પરંતુ પોલીસને સંતોષકારક જોવા મળ્યો ન હતો. જેથી પોલીસે તેની પાસે રહેલ માલ સામાનની તલાટી લેતા તેમાંથી ચાંદીના સિક્કા નંગ 22 જેની કુલ કિંમત રૂપિયા 39,200/-નો મુદ્દામાલ પોલીસને મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તેનું નામ ઠામ પૂછતા ઈસમે પોતાનું નામ ભીખાભાઈ ઉર્ફે વસંતભાઈ નારસિંગભાઈ વહોનીયા (રહે. માતવા, મખોડિયા ફળિયા, તા. ગરબાડા, જી. દાહોદ)નું જણાવ્યું હતું. ત્યારે પોલીસે તેની સઘન પૂછપરછ કરતા આ ચાંદીના સિક્કા ચોરીના હોવાનું જણાવ્યું હતું અને પોતે પોતાના સાગરીતો સાથે મળી વડોદરા શહેર વિસ્તારમાં રહેણાંક મકાન અને મંદિરની રેકી કરી રાત્રિના સમયે બંધ મકાન તેમજ મંદિરમાં ચોરી કર્યા હોવાનું પોલીસ સમક્ષ ઉપરોક્ત ઝડપાયેલ ઇસમે કબૂલાત કરી હતી.
આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.