દાહોદ,દાહોદ જીલ્લાના ઝાલોદ મામલતદાર ઓફિસ ખાતે જન સેવાકેન્દ્રમાં ધોરણ 10-12નું પરિણામ આવ્યા બાદ આવક અને જાતિના સર્ટીફિકેટ લેવા માટે લોકોને કલાકો લાઈનમાં ઉભા રહેવુ પડે છે અને ભારે હાલાકી પડી રહી છે. જન સેવા કેન્દ્ર ખાતે ધોમધખતા તાપ વચ્ચે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ ક્રિમીલેયર અને આવકના દાખલા માટે લાંબી કતારોમાં ઉભા રહેવા મજબુર બન્યા છે. મોટી સંખ્યામાં આવતા અરજદારો માટે ભારે ગરમી વચ્ચે ઠંડા પીવાના પાણી કે ના તો બેસવાની કોઈ વ્યવસ્થા છે. દાખલા કઢાવવા માટે માત્ર એક બારી હોવાથી લાંબી કતારો લાગે છે. ધોરણ 10 અને 12ના પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા ફોર્મ ભરવામાં આવકના તેમજ જાતિના પ્રમાણપત્રની જરૂર પડતી હોય છે. વિદ્યાર્થીઓએ નિયત સમય મર્યાદામાં ફોર્મ ભરવાનુ હોવાથી દાખલા કઢાવવા માટે લાંબી કતારો લાગી રહી છે. વહેલી સવારથી જ સેન્ટર પર મોટી સંખ્યામાં લોકો દાખલા કઢાવવા માટે લાઈનમાં ઉભા રહી જાય છે. ત્યારે તંત્ર દ્વારા પણ વધુ માણસો રાખી દાખલા કાઢી આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓને સમયસર દાખલા મળી રહે અને તેમને મુશ્કેલીનો સામનો પણ ન કરવો પડે. ગ્રામકક્ષાએ રેવન્યુ તલાટી હાજર રેહતા ના હોવાથી અરજદારોએ ઝાલોદ સુધી આવવુ પડતુ હોય જેથી પૈસા તેમજ સમય બન્ને વેડફાતો હોવાની રાવ.જન સેવા કેન્દ્ર પાસે જાતિના ફોર્મ ના હોવાના અરજદારો બહારથી ઝેરોક્ષ સેન્ટર પિટિશન રાઇટર તેમજ સ્ટેમ્પ વેનડરો જોડેથી 20 રૂપિયા ખર્ચી ફોર્મ લેવા મજબુર જો ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થયા પહેલા વિદ્યાર્થીઓને સમયસર દાખલા મળી રહે તેના માટે તંત્ર દ્વારા અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી માગ પણ કરી છે.