જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને નિર્મળ ગુજરાત 2.0 અને સ્વચ્છ ભારત મિશન અર્બન-2.0ની અન્વયે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું

  • પ્રાદેશિક કમિશ્ર્નર, અમદાવાદ નગરપાલિકાઓની ઉપસ્થિતમાં તમામ નગરપાલિકા ચીફ ઓફિસરો તાલીમમાં જોડાયા.

નડિયાદ, નિર્મળ ગુજરાત 2.0 ના આશયને ફળીભૂત કરવા જીલ્લાના તમામ તાલુકાઓમાં નિર્મળ ગુજરાત 2.0 અને સ્વચ્છ ભારત મિશન અર્બન-2.0 અંતર્ગત જીલ્લા પંચાયત ખાતે જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જીલ્લા કક્ષાની એક દિવસીય તાલિમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રવીન્દ્ર ખતાલે, પ્રાદેશિક કમિશ્ર્નર, નગરપાલિકાઓ, અમદાવાદની ઉપસ્થિતમાં જીલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો તાલીમમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા 2014 માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે. જેની સફળતાને આધારે ભારત સરકારે 2026 સુધીમાં તમામ શહેરોને “કચરા મુક્ત શહેરો”(ૠઋઈત ) બનાવવાના ઉદ્દેશ સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન લોન્ચ કરેલ છે.

આ તાલીમમાં જીલ્લા વિકાસ અધિકારી એસ. ડી. વસાવા, નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારીઓ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી (પંચાયત), નાયબ જીલ્લા વિકાસ અધિકારી (વિકાસ), જીલ્લા આયોજન અધિકારી, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન (પંચાયત), મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પ્રોગ્રામ ઓફીસર, આઈ.સી.ડી.એસ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.