સંતરામપુર, સંતરામપુર હડમત ફળિયા નગરપાલિકા ગયા વર્ષે 60 લાખ રૂપિયા ખર્ચને આરસીસી રસ્તો બનાવ્યો અને આ વર્ષે પાઇપ નાખવા તોડી નાખ્યો. સંતરામપુર નગરપાલિકા દ્વારા ગયા વર્ષે સંતરામપુર થી હડમત ફળિયા સુધીનો 60 લાખ રૂપિયા ના બજેટમાં આરસીસી નવો રસ્તો બનાવવામાં આવેલો હતો, તે બે છેલ્લા ત્રણ થી ચાર મહિના સુધી કામગીરી દરમિયાનમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોને હાલાકી ભોગવવામાં આવેલી હતી. આ આ વર્ષે નગરપાલિકાએ પાઇપલાઇન નાખવા માટે નવો જ બનાવેલો રસ્તો તોડી નાખ્યો હતો. સરકારના 60 લાખ રૂપિયા આખરે પાણીમાં ગયા નગરપાલિકા માત્ર એક જ કામ કરે છે એક વર્ષે નવા રસ્તા બનાવતી બીજા વર્ષે નવી કામગીરી માટે રસ્તા તોડી પડે છે. આ જ પરિસ્થિતિ નગરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી આવેલી છે. બે વર્ષ અગાઉ કરોડ રૂપિયા ખર્ચને પાલિકા નગરના તમામ રસ્તાઓ ભરાઈ દીધા. જ્યારે ભૂગર્ઘટના હાઉસ કનેક્શન આપવા માટે રસ્તા તોડી નાખી રહ્યા હતા. આ રીતે નગરપાલિકા સરકારના નાણાંનો દૂર ઉપયોગ થઈ રહ્યો છે. સંતરામપુર પાલિકા ગ્રાન્ડ વાપરવા માટે અને મળતીયા પાણી કરવા માટે એના વર્ષે રસ્તો બનાવવાનો બીજા વર્ષે તોડી નાખવાનું છેલ્લા પાંચ વર્ષમાં આ જ કામગીરી કરેલી છે. હવે ખરેખર આવી કામગીરીમાં પણ તપાસનો વિષય બન્યો છે. જો નગરપાલિકા પ્લાનિંગ અને આયોજન વગર કામગીરી કરીને સરકારના મોટા પાયે ખર્ચામાં અને નુકસાન કરવામાં આવી રહ્યું છે. જો હળવદ ફળિયામાં પાણીની પાઇપ નાખવાનું આયોજન હતું, તો રસ્તો કેમ બનાવ્યો તેવી નગરમાં ચર્ચાનો વાયુ વેગ પકડ્યો છે અને તપાસનો વિષય બન્યો.