મુંબઈ : સાઉથ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી રશ્મિકા મંદાના હવે હિંદી ભાષી રાજ્યોમાં પણ ઘણી ફેમસ થઈ ગઈ છે. નેશનલ ક્રશ અભિનેત્રીની ફેન્સની ફેવરિટ છે. હાલમાં રશ્મિકા મુંબઈમાં છે. ત્યારે હવે અભિનેત્રીની એક પોસ્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે.
હાલમાં જ રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર મુંબઈના ટ્રાન્સ હાર્બર લિંક પર મુસાફરી કરતા એક વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું છે કે, ’દક્ષિણ ભારતથી ઉત્તર ભારતપ પશ્ચિમ ભારતથી પૂર્વ ભારતપ લોકોને જોડે છે, દિલને જોડે છે!’ આ સાથે જ તેને હેશટેગ માય ઈન્ડિયા પણ લખ્યું છે. આ વીડિયોમાં રશ્મિકાએ અટલ સેતુની પ્રશંસા કરી છે.
રશ્મિકા મંદાનાની આ પોસ્ટ પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ લખ્યું કે, ’સંપૂર્ણપણે! લોકોને જોડવા અને જીવન સુધારવા કરતાં વધુ સંતોષકારક કંઈ નથી.’ રશ્મિકા મંદાનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી આગામી સમયમાં અલ્લૂ અર્જૂન સાથે ફિલ્મ ’પુષ્પા ૨ ધ રૂલ’માં જોવા મળવાની છે. આ ફિલ્મ આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે ફિલ્મની રિલીઝ થઈ શકે છે. આ સાથે જ હાલમાં રશ્મિકા સલમાન ખાનની આગામી ફિલ્મ ’સિંકદર’માં પણ જોડાઈ છે.