કેનેડા, કેનેડામાં મૂળ ભારતીય યુવાન કોઈ સારી નોકરી કરવાને બદલે એક ગેંગમાં જોડાઈને જવેલરીની લુંટ કરવા લાગ્યો છે. તાજેતરમાં અલગ અલગ મોલમાં બે જવેલરી સ્ટોરમાં લુંટ ચલાવ્યા પછી તેને પકડવામાં આવ્યો છે. આ પરથી અંદાજ આવી શકે કે કેનેડામાં કેટલાક ભારતીયોએ ગુનાખોરીનો રસ્તો પકડી લીધો છે.
તેઓ હેમર ગેંગ એટલે કે હથોડા ગેંગના સભ્ય છે અને મિસિસાગામાં બે મોલ લુંટયા છે તેવું પોલીસનું કહેવું છે. ગત તા.૯ મે ના દિવસે મિસિસાગામાં આ લોકો હથોડા લઈને એક મોલમાં ગયા અને કેટલાક ડિસલે કેસીસ તોડીને તેમાંથી જવેલરી કાઢી લીધી હતી. ત્યારપછી ફરાર થઈ ગયા અને વાહન પણ થોડા દિવસો અગાઉ ટોરંટોમાંથી ચોરવામાંથી આવ્યુ હતું.
મોલમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું હતું. આ દરમ્યાન બીજા એક સ્ટોરમાં આવી જ રીતે જવેલરી લુંટવામાં આવી. આ વખતે પોલીસે તરત તેમને આંતરી લીધા અને ત્રણની ધરપકડ કરી લીધી જેમાં એક ૨૦ વર્ષનો તેજપાલ તૂર હતો. બીજા બંને આરોપી કેનેડીયન છે. બીજા શકમંદો સામે લુંટફાટ અને વાહન ચોરીનો આરોપ લાગ્યો છે અને હવે કેસ ચલાવવામાં આવશે. આ કેસમાં હજુ વધારે તપાસ થશે અને અગાઉના કોઈ ગુનામાં પણ તેઓ સામેલ હશે તો તમામ લુંટારાને લાંબા સમય સુધી જેલની સજા થઈ શકે તેવી શકયતા છે.