૨૦૨૪ છોડો, ૨૦૨૯માં પણ મોદી જ પીએમ બનશે: રાજનાથ

લખનૌ, પીએમ મોદીના રિટાયર્મેન્ટને લઇને કેટલાક દિવસો પહેલા દિલ્હીનાં સીએમ કેજરીવાલે ટિપ્પણી કરી હતી કે એક વર્ષમાં પીએમ મોદી વડાપ્રધાન પદેથી રાજીનામુ આપી દેશે અને અમિત શાહને પીએમ બનાવશે.

કેજરીવાલના આ નિવેદન પર દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હું કહેવા માંગુ છું કે ૨૦૨૪માં તો મોદી વડાપ્રધાન બનશે અને ૨૦૨૯માં પણ તેઓ જ ભારતના વડાપ્રધાન બનશે.રાજનાથસિંહે જણાવ્યું હતું કે આથી વધુ સ્પષ્ટતાથી કંઇ ન કહી શકાય.તેમણે જણાવ્યું હતું કે મોદીએ દેશનું નામ, પ્રતિષ્ઠા દુનિયામાં વધારી છે.