ઉત્તરપ્રદેશ, ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ અને સપા પર મુસ્લિમોને એસસી, એસટી અને ઓબીસી અનામત આપવાનો આરોપ લગાવ્યો. લોક્સભા ચૂંટણીના ચાર તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. ભાજપ ૪૦૦ બેઠકોનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે દેશભરમાં પ્રચાર કરી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના હમીરપુરમાં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે અનામત મુદ્દે વિરોધ પક્ષ પર અનેક આક્ષેપો પણ કર્યા હતા. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અનામત ખતમ કરી રહી છે અને સમાજવાદી પાર્ટી તેનું સમર્થન કરી રહી છે. રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકરે ધર્મના આધારે અનામત આપવાનો વિરોધ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો, “કોંગ્રેસે કર્ણાટકમાં તમામ મુસ્લિમોને રાતોરાત ઓબીસી બનાવી દીધા. એક જ સ્ટેમ્પથી દરેકના કાગળો કાઢી નાખવામાં આવ્યા. આની અસર એ થઈ કે તેઓ (મુસ્લિમો) પછાત વર્ગના આરક્ષણમાં આવ્યા અને બધા લૂંટીને લઈ ગયા. કોંગ્રેસ આ મોડલને સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે.
પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે, “સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવી લેવા માંગે છે. સપા દિવસ-રાત પછાતની રાજનીતિ કરે છેપ આ લોકો કર્ણાટક પર કંઈ નથી બોલી રહ્યા. કોંગ્રેસ એસસી, એસટી અને ઓબીસી સપા અનામત આપી રહી છે. મુસ્લિમો અને કોંગ્રેસ તમારી મિલક્ત જેહાદના લોકોને વહેંચી દેશે.
રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “હું તમને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ તરફથી સાવધાન કરવા આવ્યો છું. તેઓ સ્વીકારતા નથી કે દલિત અને પછાત લોકોને સન્માન મળે. અગાઉની સરકારો કહેતી હતી કે બુંદેલખંડ કઠોર છે. ત્યાં કોણ જશે? હું મોદી સરકાર કહે છે કે, બુંદેલખંડ બહાદુરી અને વિકાસની ભૂમિ છે.