અમદાવાદ, શહેરમાં દિવસે ને દિવસે સુસાઈડની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.કોઈ અગમ્ય કારણોસર કે પછી અમુક બનેલી એવી ઘટનાઓના કારણે લોકો મોતને વ્હાલું કરી લેતા હોય છે. આવી જ એક ઘટના શહેરના બારકોલ વિસ્તારમાંથી સામે આવી છે. એક યુવકે લિંબાડિયા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો છે. કોઈ અકસ્માત કેસમાં આપઘાત કરનારને ફસાવી દેતા યુવક ફસાઈ જતા તેને આ કદમ લીધું હોવાની વાત સામેં આવી છે.
યુવકે વોટ્સએપ સ્ટેટ્સમાં આપઘાત પહેલા શિવ હોસ્પિટલ સામે આક્ષેપ કર્યા છે અને તેના કારણે જ આ અંતિમ પગલું ભર્યા હોવાની વાત કરી છે. મૃતકે સ્ટેટ્સમાં અકસ્માત કેસમાં ભરાઈ જતા સામેના પક્ષે ૫ લાખની માંગણી કરતાં હોસ્પિટલે હાથ ઊંચા કરી દીધા હતા અને પોતે આટલી રકમ ચૂકવી શકશે નહીં તેવો ઉલ્લેખ કરીને આપઘાત કર્યો છે.
બનાવની વિગતો જોઈએ તો, શહેરના બાકરોલ વિસ્તારમાં રહેતો પ્રિન્સ અજય પટેલ નામના યુવકને શિવ હોસ્પિટલ વાળાએ કોઈ અકસ્માત કેસમાં ફસાવી દીધાનો આક્ષેપ કર્યો છે. પ્રિન્સે વોટ્સએપ સ્ટેટ્સમાં વાત મુક્તા જણાવ્યું હતું કે, તે થોડા સમય પહેલા કોઈ બીજાનો અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં તે ગાડી ચલાવતો હતો અને એક્સિડન્ટ થયો હતો જેમાં સામેવાળાએ ૫ લાખ જેટલા માગ્યા હતા અને કેસ કર્યો હતો જેમાં પ્રિન્સનું નામ આવ્યું હતું.
આ અંગે પ્રિન્સે કોઈ પાર્થ ભાઈને જાણ કરી હતી અને શિવ હોસ્પિટલના લોકોની ગાડી હતી માટે તેમને પણ જણાવ્યું હતું કે કેસ ઓપન થયો છે તો આ બાબતે કંઈક કરો. પરંતુ કોઈ એ પણ આ વાત ધ્યાનમાં લીધી ન હતી. કેસ ચાલુ થતા જ વારંવાર પ્રિન્સને કોલ આવતા હતા અને પૈસા વિષે પૂછતાં હતા. વોટ્સએપ સ્ટેટ્સમાં પ્રિન્સે આગળ લખ્યું છે કે, આ કેસ બંધ કરાવવાનું કહેતા તેને નોકરી માંથી કઢાવી દેવામાં આવ્યો હતો અને મારી એટલા રૂપિયા પણ નથી માટે મારી પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી તરફ આવો જ એક અનાવ સામે આવ્યો છે. અમદાવાદમાં બિલ્ડરના ત્રાસથી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. દરજી કામ કરતા જીગ્નેશ વાઘેલા નામના યુવકે સુસાઇડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડર દ્વારા દસ્તાવેજ કરી આપવામાં આવતો નથી અને અન્ય કોઈ ને મકાન વેચવા દેવામા આવતું નથી તેવો ઉલ્લેખ સુસાઈડ નોટમાં કરાયો છે. હાલ જીગ્નેશ વાઘેલાને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ગુનો નહીં નોંધતા પરિવાર દ્રારા CPને રજુઆત કરાઈ હતી.