ધાનપુર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ, દર વર્ષે 16 મેના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ મનાવવામાં આવે છે. જે અંતર્ગત જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત અને જીલ્લા મેલેરિયા અધિકારી અતિત ડામોર માર્ગદર્શન હેઠળ ધાનપુર હાટ બજારમાં વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી તેમજ અર્બન હેલ્થ સેન્ટર ની સમગ્ર આરોગ્યની ટીમ હાજર રહી હતી.

ધાનપુર હાટ બજાર ખાતે ડેન્ગ્યુ મચ્છરની ઉત્પત્તિ કેવી રીતે થાય, તેના જીવન ચક્ર વિશે અને તેનાથી થતા મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલા લેવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓ અને આરોગ્યની ટીમ દ્વારા ડેન્ગ્યુ નિવારણ અને નિયંત્રણ વિશે અસરકારક માહિતી આપવામાં આવી હતી.