મહેસાણાના કડી પોલીસ વિસ્તારમાં ધરફોડ ચોરીના 4 ગુનામાં રીસીવર સોની આરોપીને એલ.સી.બી.પોલીસે ઝડપ્યો

દાહોદ, મહેસાણા જીલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ચાર ગુન્હામાં નાસતા રિસીવર સોની આરોપી તેમજ સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના બે ગુન્હામાં ગયેલ સોનાના ચાંદીના દાગીના કિંમત રૂા. 2,18,200ના મુદ્દામાલ સાથે એક ઈસમને દાહોદ એલ.સી.બી. પોલીસે તેના રહેણાંક વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીનો ઝડપી પાડવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા તેમજ અસામાજીક તત્વોને માટે દાહોદ જીલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે મહેસાણા જીલ્લાના કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ચાર ગુન્હામાં નાસતા રિસીવર સોની આરોપી તેમજ સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના બે ગુન્હામાં સંડાવાયેલ આરોપી અજયભાઈ દિલીપભાઈ સોની (રહે. રોકડીયા સોસાયટી, ભાવના હોસ્પિટલની પાછળ, મંડાવાવ રોડ, દાહોદ, તા. જી. દાહોદ, મુળ રહે. દાહોદ ગૌશાળા, અંકિત હોસ્પિટલ, દૌલતગંજ બજાર, દાહોદ, તા. જી.દાહોદ)નો તેના ઘરે આવ્યો હોવાની દાહોદ એલ.સી.બી. પોલીસને બાતમી મળતાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઉપરોક્ત ઈસમને ઝડપી પાડી તેની પાસેથી ઘરફોડ ચોરીમાં લઈ ગયેલ સોના-ચાંદીના દાગીના કિંમત રૂા.2,18,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.