ધાનપુરના ઝાબુ ગામે બાઈક ઉપર લઈ જવાતા 46 હજારના દારૂ સાથે ઈસમને ઝડપ્યો

દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ઝાબુ ગામેથી દાહોદ એલસીબી પોલીસે એક મોટરસાઈકલ પર લઈ જવાતો રૂા.46,800ના વિદેશી દારૂના જથ્થા સાથે મોટરસાઈકલના ચાલકની અટકાયત કરી મોટરસાઈકલની કિંમત મળી કુલ રૂા.86,800નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુરના ઝાબુ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી એક મોટરસાઈકલ પસાર થઈ હતી. ત્યારે મોટરસાઈકલના ચાલકે પોલીસને દુરથી જોઈ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે મોટરસાઈકલના ચાલકોનો ફિલ્મી ઢબે પીછો કરી મોટરસાઈકલ સાથે મોટરસાઈકલના ચાલક મુકેશભાઈ ઉર્ફે માજુભાઈ વરસીંગભાઈ પરમારની અટકાયત કરી મોટરસાઈકલ પાસેથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ.360 કિંમત રૂા.46,800ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી પોલીસે કુલ રૂા.86,800નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.