ભાજપના ઝંખના પટેલની ટિકિટ કપાતાં ચોર્યાસી બેઠક પર વિવાદ વકર્યો
અમદાવાદ,
જમાલપુર બેઠક પર ટિકિટ આપવાને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવાર બદલવાની માગ કરી એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસના નેતાઓએ રાજીવ ગાંધી ભવને માથે લીધું હતું. અહીં તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીની તસવીરોને સળગાવી હતી. એટલું જ નહીં, ત્યાં લગાવવામાં આવેલા પ્રદેશ પ્રમુખના અત્યારસુધીનાં બેનરમાંથી કેટલાંકને તોડી દેવાયાં હતાં અને કેટલાંક પર કાળી શાહી લગાવી હતી.
એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ સોશિયલ મીડિયામાં રાજીનામાં આપ્યા હતા. તેના ગણતરીના કલાક બાદ પાલડી સ્થિત કોંગ્રેસના હેડક્વાર્ટર રાજીવ ગાંધી ભવન પર આ બંને જૂથનું એક ટોળું ધસી ગયું હતું. સીડીઓની દીવાલ પર ભરતસિંહ સોલંકી વિરુદ્ધ લખાણો લખ્યાં હતાં. ત્યાર બાદ અંદર જઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. વિવિધ બેનર સાથે પહોંચેલા કાર્યકરોએ પહેલા દેખાવો કર્યા હતા. બાદમાં ઉગ્ર વિરોધ કરીને કોંગ્રેસ કાર્યાલયની અંદર જ વિરોધ દર્શાવતાં લખાણો લખ્યાં હતાં અને વિવિધ નેમપ્લેટ તોડી હતી. બાદમાં ભરતસિંહ સોલંકીની તસવીરોને સામૂહિક રીતે સળગાવી હતી.
કોંગ્રેસ દ્વારા જમાલપુર બેઠક પરથી અત્યારના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપવામાં આવી છે. ઇમરાન ખેડાવાલાને ટિકિટ ના આપવામાં આવે એ માટે એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસના નેતાઓ જ વિરોધ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ કેમ્પેન ચલાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ ઓફિસ પર પણ ૨ દિવસ અગાઉ નારેબાજી કરવામાં આવી હતી. અનેક પ્રયત્ન કર્યા છતાં પણ શાહનવાઝને ટિકિટ ના આપીને ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતાં રોષે ભરાયેલા યુવા નેતાઓએ રાજીનામાં આપ્યા છે. હજુ આજે પણ અનેક યુવા નેતા રાજીનામાં આપશે.
યુવા નેતાઓની માગણી છે કે મનહર પટેલ નારાજ થતાં બોટાદ બેઠક પર જાહેર કરેલા ઉમેદવારને બદલીને મનહર પટેલને મેન્ડેટ આપીને ભૂલ સુધારી છે, તે જ ઇમરાન ખેડાવાલાને બદલીને શાહનવાઝને મેન્ડેટ આપીને ભૂલ સુધારવામાં આવે. શાહનવાઝને ટિકિટ નહીં મળે તો કોંગ્રેસ વિરોધ જ પ્રચાર કરીને ઇમરાન ખેડાવાલાને હરાવવા પ્રયત્ન પણ કરશે.
એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસના આગેવાનો શાહનવાઝ શેખને ટિકિટ મળે એ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. ૨ દિવસ અગાઉ ખાનગી હોલમાં ભેગા થઈ એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસના નેતાઓએ શક્તિપ્રદર્શન પણ કર્યું હતું, પરંતુ જમાલપુર બેઠક પરથી શાહનવાઝ શેખને ટિકિટ ના મળતાં એનએસયુઆઇ અને યૂથ કોંગ્રેસના ૧૦થી વધુ નેતાઓએ ગત મોડી રાતે રાજીનામાં આપી દીધા છે.કોંગ્રેસ દ્વારા વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડ અને ડભોઈ બેઠક પર ભાજપામાંથી સસ્પેન્ડ કરાયેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નું જાહેર કરવામાં આવ્યું હતું. અપેક્ષા મુજબ વાઘોડિયાની બેઠક પર સ્થાનિક કોંગ્રેસ કાર્યકરને બદલે આયાતી સત્યજિતસિંહ ગાયકવાડનું નામ જાહેર થતાં કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. આજે વડોદરા તાલુકા કોંગ્રેસના ૧૦૦ હોદ્દેદાર સહિત કાર્યકરોએ કોંગ્રેસના સભ્યપદેથી સામૂહિક રાજીનામાં આપી દીધા હતા.
ઇતિહાસમાં પહેલી વખત ચોર્યાસી બેઠકમાં ઉમેદવારની પસંદગીને લઈને ભારોભાર વિરોધ નોંધાતાં ભાજપમાં પણ અંદરઅંદર ગણગણાટ શરૂ થઈ ગયો છે. સુરતમાં ભાજપે ચોર્યાસી વિધાનસભા પર ઝંખનાબેનની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપી છે, જેને લઈને વિરોધ પણ સામે આવી રહ્યો છે. કાંઠા વિસ્તારમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, જ્યાં કોળી પટેલ મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે અને આ તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ માનવામાં આવે છે ભાજપના અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ અપાશે તે નક્કી છે. તેવામાં અલ્પેશની સાથે સંકળાયેલા ધવલસિંહને બાયડ બેઠક પર ભાજપની ટિકિટ ન મળતાં નારાજ છે. ત્યારે બાયડ ખાતે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવાની માંગ સાથે સ્થાનિક ભાજપ કાર્યકરો કમલમ પહોંચ્યા હતા અને હંગામો કર્યો હતો.ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયોમાં ભારે હંગામો થતા સુરક્ષા વ્યવસ્થા સધન બનાવવામાં આવી છે.