- આરોપીના ધરની સામે અંતિમવિધી કરવાને લઈ ગ્રામજનો અને પોલીસ વચ્ચે ચકમક થતાં થયો પથ્થર મારા : પોલીસે 8 ટીયર ગેસના સેલ છોડી પરીસ્થિતી કાબુમાં લીધી
શહેરા, શહેરા તાલુકાના ગોકળપુરા ગામ ખાતે ખેતરમાં ગાયો ચરાવવાના મુદ્દે ત્રણ ભરવાડોએ ખેડૂતને લાકડી વડે માર મારતા મોત થતાં પોલીસે ત્રણ સામે હત્યાનો ગુનો નોધ્યો હતો. જોકે, આરોપીઓના ગામ ઉંજડા ખાતે લોકોએ આક્રોશમાં આવીને ભરવાડ ફળિયામાં મકાનની બહાર રહેલ પતરાના શેડ અને વાહનને નુકશાન પહોંચાડવા સાથે મામલો તંગ બનતા જીલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. શુક્રવારના રોજ મૃતકની લાશને ગામની ચોકડી ખાતે લાવતા સ્વજનોએ આરોપીના ઘરની અંદર અંતિમવિધિ કરવાની માંગ કરતા પોલીસ સાથે ચકમક થતા અમુક લોકોએ આવેશમાં આવીને પથ્થર મારો શરૂ કરતાં બે પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના 8 સેલ છોડયા હતા. સ્થળ પરથી અને આજુબાજુથી 10કરતાં વધુ લોકોની અટકાયત કરાઈ હતી. જ્યારે પોલીસ દ્વારા હત્યાના ત્રણ આરોપી માંથી બેને પકડી પાડયા જ્યારે એકની શોધખોળ હાથ ધરી હતી.
શહેરા તાલુકાના ગોકળપુરા ગામ ખાતે ગુરૂવારના રોજ ખેડૂત દિનેશભાઈના ખેતરમાં ઊંજડા ગામના ત્રણ ભરવાડો સાથે ગાયો ચરાવવા જેવી બાબતને લઈને માજી સરપંચના સાસુ શાંતાબેન સાથે ઝઘડો કરવા માંડ્યા હતા. આ બાબતની જાણ ખેડૂત દિનેશને થતા તેઓ ખેતર ખાતે દોડી આવીને ગાયો ચરાવતા ચંદુભાઈ વિક્રમભાઈ ભરવાડ, ગોવિંદભાઈ પોપટભાઈ ભરવાડ અન્ય ઈસમોને તમે કેમ મારી સાસુ સાથે ઝઘડો કરો છો, તેમ કહેતા આરોપીઓએ દિનેશભાઈ સાથે ઝઘડો કરીને લાકડીનો માર મારતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેઓ લોહી લુહાણ થઈને જમીન પર ઢળી પડ્યા હતા. આ ઝઘડાને જોતા બીજા બે ખેડૂતો સ્થળ પર દોડી આવતા આરોપીઓએ તેમની સાથે પણ ઝઘડો કરીને એમને પણ માર માર્યો હતો.
જોકે, આ ત્રણ આરોપીઓના લાકડીના મારથી માજી સરપંચનું મોત થતા તેમના પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. જ્યારે બનેલા બનાવ બાદ હત્યાના આરોપીના ગામ ઊંજડા ગામના ભરવાડ ફળિયામાં આક્રોશમાં આવીને લોકોએ ઘરોના બહાર આવેલા પતરાના શેડને તોડી નાખવા સાથે અમુક વાહનોને નુકશાન પહોંચાડેલ હતું. જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસે અધિક્ષક એન.વી.પટેલ સહિતના અધિકારીઓ વાતાવરણ તંગ બનવાની શક્યતાને પગલે સ્થળ પર આવી પહોંચ્યા હતા. આરોપીના ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખેડૂતની લાશનું પીએમ કર્યા બાદ ગોકળપુરા ગામની ચોકડી ખાતે અંતિમવિધિ માટે લાશ લાવવામાં આવતા ઉપસ્થિત લોકો દ્વારા આરોપીના ઘર ની અંદર અંતિમવિધિ કરવાની માંગ કરતા પોલીસે સમજાવવાની કોશિશ કરી રહ્યા હોય ત્યારે અચાનક પથ્થરમારો થતા સ્થળ ઉપર દોડધામ મચી જવા પામી હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના 8 જેટલા સેલ છોડવામાં આવા સાથે બે પોલીસ કર્મીઓ પણ પથ્થર મારાથી ઘાયલ થયા હતા. જોકે, બનેલા આ બનાવ બાદ પોલીસ એક્શનમાં આવી જઈને સ્થળ પરથી તેમજ અન્ય વિસ્તાર માંથી 10 કરતા વધુ લોકોને પકડી પાડવા સાથે વાહનો પણ કબજે લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હોવાથી પોલીસે પકડી પાડેલ તેમજ કોમ્બિંગ હાથ ધરીને અન્ય પકડાયેલા લોકો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. જ્યારે પોલીસે આ મામલે ઊંજડા ગામના ત્રણ ભરવાડો સામે માજી સરપંચની હત્યા કરવાની લઈને ગુનો નોંધીને મુખ્ય આરોપી ચંદુભાઈ ભરવાડ સહિત અન્ય એકને પકડી પાડવા સાથે ત્રીજા આરોપીને શોધવાની તજવીજ હાથધરી હતી.
શહેરા તાલુકાના ગોકળપુરા ગામ ખાતે ખેડૂતની હત્યા થતા તેની લાશ અંતિમવિધિ માટે ગામ ખાતે લાવતા ઉપસ્થિત લોકોએ આરોપીના ઘર ખાતે અંતિમવિધિ કરવાની માંગ કરતા પોલીસે આ બાબતે સમજાવવાની કોશિષ કરી હતી. જ્યારે અમુક લોકોએ પથ્થર મારો કરતા આઠ જેટલા ટીયર ગેસ પરિસ્થિતિને કાબુ લેવા માટે છોડવામાં આવ્યા હતા. આ બનેલા બનાવવામાં બે પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા છે. આ મામલે 10 થી વધુ લોકોની અટકાયત કરીને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. 10 કરતા વધુ વાહનોને પણ પોલીસે પકડી પાડ્યા છે. હાલ સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે. :- હિમાંશુ સોલંકી, જીલ્લા પોલીસવડા…..
પૂર્વ સરંપચની હત્યાના ત્રણ આરોપીઓ માંથી એકની ધરપકડ…
ખેડૂતની હત્યા કરનાર ત્રણ આરોપી માંથી પોલીસે ચંદુ વિક્રમ ભરવાડ સહિતના અન્ય એક આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે, હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી પોલીસ દ્વારા બનાવને ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
ગ્રામજનો દ્વારા પોલીસ પર પથ્થર મારો કરતા 8 ટીયર ગેસ છોડાયા…
ગોકળપુરા ગામ ખાતે ગાયો ચરાવવા ન જેવી બાબતે ચંદુભાઈ ભરવાડ સહિતના કુલ ત્રણ દ્વારા લાકડી મારીને ખેડૂત દિનેશભાઈની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. મુતકની લાશને અંતિમવિધિ માટે લઈ જવામાં આવી રહી હતી. ત્યારે સ્વજનો અને ઉપસ્થિત લોકો દ્વારા આરોપીના ગામ ઊંજડા ભરવાડ ફળિયામાં આવેલ ઘર ખાતે અંતિમવિધિ ખેડૂતની કરીએ એવી માંગ કરવામાં આવી રહી હતી. જોકે, અમુક લોકો દ્વારા પથ્થર મારો શરૂ કરી દેવામાં આવતા પરિસ્થિતિ તંગ બની જતા પોલીસે 8 જેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવવા સાથે 15 કરતા વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. આ બનેલી ઘટનામાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થતા તેમને સારવાર માટે મોરવા ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ગોધરા રિફર કરવામાં આવ્યા હતા.
ગોકળપુરા ગામે બે દિવસ માટે 144 ની કલમ લાગુ કરાઈ….
શહેરાના ગોકળપુરા ગામે બનેલી ધટના મામલે શહેરા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ-1973ની કલમ-144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. ગોકળપુરા તથા તેની આસપાસની પાંચ કિ.મી.ની ત્રિજયામાં સમાવિષ્ટ તમામ ગામોમાં જાહેર સુરક્ષા અને સલામતીના હિતમાં જાહેરનામુંં કરાયું. સલામતીના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર શહેરા દ્વારા તા.17 અને 18 એમ બે દિવસ માટે કલમ-144 લાગુ કરાઈ.