લો બોલો ઓકટોબર-2023માં જેસીબી લોડિંગ ટ્રેક્ટર સહિતના અનેક વાહનો ડિટેન કોઈ પણ પ્રકારનો કેશ રજીસ્ટર વગર પોલીસ સ્ટેશન માંથી ગાયબ

કાલોલ, પંચમહાલ જીલ્લાના મલાવ નજીક અંદર ગ્રાઉન્ડ પાણીના સંપની કામગીરીમાં વગર પરમિશન બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોટો ભેદી ધડાકો થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જેથી તંત્ર દોડતું થયું હતું અને અડાદરા પોલીસ સ્ટેશનમાં ઓકટોબર-2023 માં જેસીબી લોડિંગ ટેક્ટર બ્લાસ્ટિંગ માટે ના ટેક્ટરો સહિત ના અનેક વાહનો કબ્જે લેવામાં આવ્યા હતા. જેથી કોન્ટ્રાક્ટર અને તમામ વાહનો સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેથી આજદિન સુધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન નોંધાતા તર્ક વિતર્ક સર્જાયો છે અને તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે કે, કોઈ સામન્ય વ્યક્તિ ઓના વાહનો ડિટેન કરેતો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે અને વાહનો ડિટેન કરી મેમો પણ આપવામાં આવે છે અને ઘણી વખત વાહન ચાલકો સામે એફ આઈ આર પણ નોંધવામાં આવે છે. ત્યારે મલાવ થી આ તમામ વાહનો ડિટેન કર્યા અને કોન્ટ્રાક્ટર સામે કેમ કાર્યવાહી હાથ ધરવામાં ન આવી કારણ કે કોઈ રાજકારણ કે પછી ઉચ્ચઅધિકારીઓનો આશીર્વાદ જેના કારણે બારોબાર વાહનો છોડી મુકવામાં આવ્યા છે, તેવા ખુલ્લી આખે દેખાય રહયું છે. ડિટેન કરેલ વાહનો કોઈ પણ પ્રકારનો કેશ રજીસ્ટર કર્યા વગર પોલીસ સ્ટેશન માંથી બારોબાર સંગે વગે થયો હોવાની લોક મુખે ચર્ચા.