પંચમહાલ જીલ્લા શહેરા તાલુકાની 9 અને ગોધરાની 5 દુકાનો મળી 14 સરકારી દુકાનોમાં જીલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં 61 કટ્ટા અનાજની ધટ મળી

ગોધરા, પંચમહાલ જીલ્લાના શહેરા અને ગોધરા તાલુકાની 14 જેટલી સરકારી સસ્તા અનાજની દુકાનોમાંં જીલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. ચેકીંંગ દરમિયાન શહેરા તાલુકાના સાદરા અને ખરેડીયા બે દુકાનો માંથીી 61 કટ્ટા અનાજની ધટ સાથે આવી.

પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા શહેરા તાલુકાની સરકારી સસ્તા અનાજની 9 જેટલી દુકાનોનું ખરેડીયા, બોડીદ્રા ખુર્દ, ગુણેલી, સાદરા, બોરડી, તરસંગ, ભુરખલ ભારતના મુવાડા અને રેણા ગામે તપાસ હાથ ધરવામાંં આવી હતી. તપાસ દરમિયાન સાદરા સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક ડી.એન.બારીયાની દુકાનો માંથી ધઉં-350 કિ.ગ્રા. 7 કટ્ટાની ધટ અને ચોખા 295 કિલો 6 કટ્ટાની ધટ, તુવેર દાળ 100 કિલો બે કટ્ટાની ધટ જણાયેલ હતી. જેની બજાર કિંમત 31,750/-રૂપીયા તથા ખરેડીયા ગામની આર.એલ.નાયકા સંચાલિત દુકાન માંથી ધઉં 826 કિલો 17 કટ્ટાની ધટ, ચોખા 1340 કિલો 1 કટ્ટાની ધટ, ખાંડ 79 કિલો 2 કટ્ટાની ધટ, ચણા 34 કિલો 1 કટ્ટાની ધટ જણાયેલ જેની બજાર કિંમત 1,11,117/-રૂપીયાની ધટ મળી આવી હતી.

જયારે ગોધરા તાલુકાના ધાણીત્રા-1, ધાણીત્રા-2, સામલી, મોતાલ, કરસાણા ગામની સરકારી દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુંં હતું. જીલ્લા પુરવઠા અધિકારીના ચેકીંગ દરમિયાન શહેરા તાલુકાના સાદરા અને ખરેડીયા ગામે સરકારી દુકાનોમાં 61 કટ્ટા અનાજની જથ્થાની ધટ મળતાં બન્ને સંચાલકો પરવાનેદાર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.