121 બાલાસિનોર વિધાનસભા મત વિસ્તાર માટે ઉમેદવારી પત્ર ભર્યું

  • વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
    બાલાસીનોર,
    આજે બાલાસિનોર વિધાનસભા ની ચૂંટણીનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માનસિંહ ચૌહાણ દ્વારા કાર્યકતા અને હોદેદારો સાથે રાખી બાલાસિનોર અંબે માતાના દર્શન કરી અંબે માતાના મંદિરથી નાથ પાર્ટી પ્લોટ સુધી રેલી યોજી માનસિંહ ચૌહાણ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું અને ત્યારબાદ નાથ પાર્ટી પ્લોટ માં સભા યોજીને પ્રસંગને અનુરૂપ પ્રવચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ માંથી નિરીક્ષક તરીકે આવેલા ડી.ડી.ચુડાસમ તેમજ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ પ્રવાસી કાર્યકર્તાઓ તેમજ પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક, પૂર્વ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ શુકલ, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુસિંહ જે સોલંકી, મહિલા મોરચાના ઉપપ્રમુખ જયાબેન ઠાકોર, જિલ્લા મહામંત્રી જયેન્દ્ર બારોટ, જિલ્લા પ્રમુખ જેઠાભાઈ વણકર, જિલ્લા ઉપપ્રમુખ છત્રસિંહ કે ચૌહાણ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો, પૂર્વ સરપંચો, પૂર્વ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને બાલાસિનોર, વીરપુર, કઠલાલ, કપડવંજના ભાજપના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.