ઉચ્ચ તાપમાનનો બનતો રેકોર્ડ

યુરોપની ‘કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સવસ સંસ્થા’ અનુસાર ૨૦૨૩ને અત્યાર સુધીના સૌથી ગરમ વર્ષ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે. જળવાયુ પરિવર્તનને કારણે ધરતીનું સરેરાશ તાપમાન ઉત્તરોત્તર વૃદ્ઘિ તરફ છે. મહિના-દર-મહિના, વર્ષ-દર-વર્ષ તાપમાનના રેકોર્ડ ધ્વસ્ત થતા જાય છે. આ ચિંતાજનક છે, કારણ કે ઉચ્ચ તાપમાનનું પારિસ્થિતિકી તંત્ર અને માનવ સમાજ પર વિનાશકારી પ્રભાવ પડે છે.

અસલમાં જળવાયુ પરિવર્તન સાથે દુનિયાભરમાં વધતું તાપમાન કેટલાય આનુષંગિક પર્યાવરણીય સમસ્યાઓને પણ જન્મ આપે છે. દુકાળ, પૂર અને દાવાનળ તેના મુખ્ય રૂપ છે. ઉચ્ચ તાપમાનને કારણે બાષ્પીકરણના દરમાં વધારાથી માટીનો ભેજ ઘટવા લાગે છે, જેનાથી કેટલાંય ક્ષેત્રો દુકાળનો સામનો કરે છે. દુકાળને કારણે પાકની પેદાશ ઘટી જાય છે. તેનાથી માનવ સમાજ સમક્ષ ખાદ્ય અસુરક્ષા, ગરીબી, બેરોજગારી અને પલાયનનો ખતરો તોળાવા લાગે છે. ત્યાં જ જળાશયોમાં પાણીનો સંગ્રહ ઓછો થવા અને ભૂજળનું સ્તર ઘટવાથી એક મોટી આબાદીને પાણીની સમસ્યા સામે ઝઝૂમવું પડે છે.

વધતું વૈશ્ર્વિક તાપમાન પૂરને પણ આમંત્રિત કરે છે. જેમ જેમ તાપમાન વધે છે, હવા વધુ ભેજ શોષે છે, જેનાથી વધુ પડતો વરસાદ થાય છે અને કેટલાય હિસ્સા પૂરની ઝપટમાં આવી જાય છે. વાયુમાં ભેજનો અધિભાર તોફાનને વધુ સંવેદનશીલ બનાવે છે. જ્યારે ઉચ્ચ તાપમાન જંગલની આગને ફેલાવામાં સહાયક બને છે, કારણ કે ઇંધણ ઓછા તાપમાનની તુલનામાં ઉચ્ચ તાપમાનમાં વધુ આસાનીથી સળગે છે. ઉચ્ચ તાપમાન જંગલની આદદ્રતાને અવશોષિત કરે છે, જેનાથી હરિયાળી સૂકાઈ જાય છે અને દાવાનળની ઝપટમાં આસાનીથી આવી જાય છે.

ગરમીની માનવના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક પ્રભાવ પડે છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ૧૯૯૮-૨૦૧૭ સુધી લૂને કારણે ૧,૬૬,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા. ત્યાં જ ૨૦૦૦ અને ૨૦૧૬ વચ્ચે લૂની ઝપટમાં આવનારા લોકોની સંખ્યામાં લગભગ ૧.૨૫ અબજની વૃદ્ઘિ નોંધાઈ છે. દેખીતું છે કે હવામાન સંબંધી મૃત્યુ દરનું એક મુખ્ય કારણ ચરમ તાપમાન પણ છે. વિશ્ર્વ હવામાન વિજ્ઞાન સંગઠનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે દેશમાં એપ્રિલ અને જૂન મહિનામાં ભીષણ ગરમીને કારણે હીટસ્ટ્રોકને કારણે લગભગ ૧૧૦ મોત થયાં. ત્યાં જ ૨૦૨૧માં હીટસ્ટ્રોકથી ૩૭૪ લોકોના જીવ ગયા હતા. ઉચ્ચ તાપમાનથી બચવા માટે એક તરફ જ્યાં સતર્ક રહેવાની જરૂર છે, ત્યાં જ છોડ રોપવા, પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, જાહેર પરિવહનને ઉત્તેજન, અક્ષય ઊર્જા સ્ત્રોતોને અપનાવવા જેવા કાર્ય પણ ચાલુ રાખવા પડશે. પ્રકૃતિને સંરિક્ષત કરવાનું કામ દરેક સ્તર પર ચાલુ રાખવું પડશે. ત્યારે જ આ ધરતીને માનવ જીવનને અનુકૂળ બનાવી શકાય છે.