મેઘાણીનગરમાં દિવ્યાંગ યુવતી પર ગેંગરેપ, મદદના બહાને આચર્યુ દુષ્કર્મ

અમદાવાદના મેઘાણી નગરમાં દિવ્યાંગ યુવતી ગેંગરેપની શિકાર બની. યુવતીને મદદના બહાને યુવકોએ ગેંગરેપ કર્યો. આ મામલે મેઘાણી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. પોલીસ દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

મેઘાણી નગરમાં દિવ્યાંગ યુવતીની સ્થિતિ લાભ લઈ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. યુવતીને મદદ કરવા કરિયાણું લઇ આપવાનું કહેતા સાગર ઉર્ફે પિન્ટ અને તેના મિત્રએ ગેંગરેપ કર્યો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ મેઘાણી નગરમાં સગીરાને પાડોશી યુવકે જ દુષ્કર્મ કર્યાની ઘટના બની હતી. બાદમાં આ યુવકે સગીરાને પોલીસ અથવા પરિવારને ના જણાવવાની ધમકી આપી હતી. સગીર યુવતી પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે પાડોશમાં રહેતો યુવક ઘરમાં આવ્યો અને તેનું મોઢું દબાવી તેના પર દુષ્કર્મ કર્યું. સગીરા યુવકથી ડરતી હતી. પરંતુ તબિયત બગડતા સમગ્ર હકીક્ત પરિવારને જણાવી. પરિવારે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધતા પોલીસે તેની અટકાયત કરી. શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. આ મામલે સરકારે અસરકારક પગલા લેવા જરૂરી છે.