પુત્ર અને પુત્રવધુના અશ્લિલ વિડીયો મામલે હાઈકોર્ટે ફરિયાદ રદ કરવા ઇનકાર કર્યો

અમદાવાદ, રાજકોટમાં પુત્ર અને પુત્રવધુનો અશ્લિલ વિડીયો મામલે ફરિયાદ બાદ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ મામલામાં સાસુ-સસરા અને પતિની અટકાયત કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં પુત્રવધુ સાથે સુલહ થઈ જતા ફરિયાદ પાછી ખેંચવા અરજી કરવામાં આવી હતી. સંસ્કૃતિને અસર કરતા કેસની ફરિયાદ પરત ખેંચવાની હાઈકોર્ટે અરજી નકારી. વધુમાં કોર્ટે જણાવ્યું કે આ કોઈ કેસ મામલાની વાત નથી પરંતુ સ્ત્રીના સન્માનને આઘાત પહોંચાડનારુ કૃત્ય છે. આથી આરોપી અને ફરિયાદી વચ્ચે સમાધાન થયું હોવા છતાં ફરિયાદની અરજી પરત ખેંચવાનો ઇનકાર કર્યો.

રાજકોટમાં ઓગસ્ટ -૨૦૨૩માં ન્યૂડ કાંડ મામલે મોટો ઉહાપોહ મચ્યો હતો. આ મામલામાં સાસુ-સસરાએ પૈસા કમાવવા પુત્રવધુને ટાર્ગેટ કરી તેનો વીડિયો પોર્ન વેબસાઈટ પર મૂકયો હતો. પુત્રવધુ પર રેપના મામલામાં અગાઉ હાઈકોર્ટે સાસુ-સસરા-પતિની જામીન અરજી ફગાવી હતી. તે સમયે કોર્ટે જામીન અરજી ફગાવતા કારણ આપ્યું હતું કે રેપ તો રેપ કહેવાય પછી ભલે પતિ કરે.

આ કેસમાં રાજકોટના જાણીતા હોટલના માલિકે પોતાની જ પુત્રવધુનો પોર્ન વીડિયો વેબસાઈટ પર અપલોડ કરી પૈસાની કમાણી કરી હતી. તે સમયે આ મામલો સામે આવતા સમગ્ર રાજ્યમાં ભારે હોબાળો મચ્યો હતો. હાલમાં આ કેસના આરોપી સાસુ-સસરા અને પતિનું ફરિયાદી આરોપી વહુ સાથે સમાધાન થઈ જતા હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટે અરજી કરાઈ હતી. જેને કોર્ટે નકારી હતી. કોર્ટે આ અરજી નકારતા જણાવ્યું કે આ મામલે સંસ્કૃતિને અસર કરે છે અને આરોપીઓનું કૃત્ય સ્ત્રીના સન્માનને આઘાત પહોંચાડનારુ કૃત્ય હોવાથી ફરિયાદ પરત ખેંચી શકાય નહિ.