ગુજરાતમાં નશાકારક પદાર્થ અવારનવાર ઝડપાતા હોય છે. ત્યારે નશાકારક પદાર્થનું વેચાણ કરનાર લોકોને શોધવા માટે સુરત પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેના માધ્યમથી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.
ગુજરાતમાં નશાકારક પદાર્થ અવારનવાર ઝડપાત હોય છે. ત્યારે નશાકારક પદાર્થ ઝડપી પાડવા માટે સુરત પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કાપોદ્રામાં રોડ પર ભરતામ ફ્રુટ માર્કેટ વચ્ચે ગાંજો વેચતા બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને ડ્રોનથી ટ્રેસ કરી ભારે ભીડ વચ્ચેથી શોધ્યા હતા. નશીલા દ્રવ્ય વેચનારા પેડલરોને પકડવા માટે પોલીસે ડ્રોનનો ઉપયોગ કર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છો. હિંમત હડીયા અને નિતીન ચાવડા નામના આ યુવકો પાસેથી 348 ગ્રામ ગાંજો મળી આવ્યો છે.
કાપોદ્વા પોલીસ મથકના કાપોદ્રા પોલીસ મથકના ઇન્સપેક્ટર એમ. બી. ઔસુરાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, માદક પદાર્થોની હેરાફેરી તથા વેચાણ કરનાર આરોપીની શોધખોળ કરી કાર્યવાહી કરવામાં આવશે, તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે.
કાપોદ્રા ચાર રસ્તા પાસે ડી.જી.વી.સી.એલ. ઓફિસ સામે બે યુવકો છૂટકમાં ગાંજો વેચતા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ભીડવાળા વિસ્તારમાંથી આરોપીઓ ફરાર ન થાય તે માટે ડ્રોન મારફતે નજર રાખવામાં આવી હતી. પોલીસે રોડ પર ડ્રોન ઉડાવ્યા બાદ ફૂટેજ ચેક કરતા સમય બ્રિજ પાસે બે યુવકો શંકાસ્પદ વર્તણૂક કરતા દેખાયા હતા. લોકેશન ટ્રેસ થતાં પોલીસે આરોપીને દબોચી લીધા હતા. હિંમત સામજીભાઈ હડીયા અને નીતિન ધીરૂભાઈ ચાવડાની પોલીસે અટકાયાત કરી તપાસ હાથ ધરી હતી.
જેમાં તેઓ પાસેથી પ્લાસ્ટિકના ઝીપ લોક વાળા નાના પાઉચ તથા ગાંજાનો જથ્થો મળ્યો હતો. આ બે યુવક ગ્રાહકોને ઝીપ લોક વાળા પાઉચમાં ગાંજો આપતાં હતાં. હિંમત હડીયા અને નીતિન ચાવડા પાસેથી 348 ગ્રામ ગાંજો તથા રોકડા 6900 કબજે લેવાયા હતાં. જો કે એ દિવસે તેઓ ઓછી માત્રામાં ગાંજો લાવ્યો હોય પોલીસને ધારેલી સફળતા મળી ન હતી. હિંમત હડીયા બે વર્ષ અગાઉ પણ મહિધરપુરા પોલીસના હાથે ગાંજો વેચતાં ઝડપાયો હતો.
કાપોદ્રામાં જાહેરમાં ગાંજો વેચતા ઝડપાયેલા હિંમત હડીયા અને નિતીન ચાવડા પાસેથી નાની નાની પડીકીઓ મળી હતી. જો કે સ્થળ પર જ કરાયેલી તપાસમાં તેઓએ લાઈટ પોલ ઉપર ચઢી બ્રિજના સાંધામાં ગાંજો સંતાડી રાખ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે પોલ પર ચઢી કૉકીટના પોલ વચ્ચે સાંધામાં સંતાડી રખાયેલો ગાંજો બહાર કાઢ્યો હતો.