- ધાનપુર તાલુકામાં ભાજપ, એનસીપી, આમઆદમી અને પ્રજા વિકાસ પાર્ટી એમ ચાર રાજકીય પાર્ટીના ઉમેદવાર ની ટિકિટ માટે ઘોષણા.
દાહોદ,
વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે 134, વિધાનસભા દેવગઢ બારીયા ખાતે ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી અને એમ ત્રણ પાર્ટીઓના ચૂંટણી લડવા મથામણ કરતા ઉમેદવાર સામે તાજેતરમાં હવે નવો પક્ષ પણ અમલમાં આવ્યો છે. ભાજપા અને આમ આદમી પાર્ટીના ઉમેદવારના નામની જાહેરાત થઈ ચુકી છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું નામ હજુ સુધી જાહેર થયું ના હતું. ત્યારે હવે કોંગ્રેસ અને એનસીપી એમ બન્ને પક્ષનું ગઠબંધન થયા હોવાની માહિતી સામે આવી છે.
ભૂતકાળમાં દેવગઢ બારીયા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન થતા ટિકિટની ફાળવણી એનસીપી માં થઈ હતી. હવે આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં પણ એનસીપીના ઉમેદવાર તરીકે ધાનપુર તાલુકાના ભોરવા ગામના ગોપસિંગ લવાર ઊર્ફે ગોપી લવાર દેવગઢ બારીયા વિધાનસભાના ઉમેદવાર જાહેર કર્યા છે.
છેલ્લા કેટલાય દિવસ થી કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા જુના જોગીઓના ઉમેદવાર તરીકે નામ પ્રદેશ સુધી પહોંચી ગયા હતા. જેમાં પીપલોદ ગ્રામપંચાયતના હાલના ચાલુ સરપંચ બાબુ ફૂલા પટેલનું નામ મોખરે હતું. ગઠબંધન પાર્ટી માં એનસીપીની ટિકિટ વારંવાર પક્ષ પલટો કરનારના સિરે પાર્ટી એ ધરી દીધી હતી.
આમ, દેવગઢ બારીયા વિધાનસભામાં કોંગ્રેસ સાથે એનસીપીનું ગઠબંધન થતા હવે એનસીપી, ભાજપ, આમઆદમી અને પ્રજા વિકાસ પક્ષ એમ ચાર પક્ષના ઉમેદવાર એકજ તાલુકા માંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જયારે વધારે બુથ ધરાવતા દેવગઢ બારીયા તાલુકામાં કોઇપણ પક્ષનો સ્થાનિક ઉમેદવાર આ ચૂંટણીમાં છે નહીં.