જાપાન, સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી ઈન્ટરનેટ મામલે ભારતે પ્રગતિ કરી

  • ભારત પછી જાપાન બીજા નંબરનું સૌથી મોટું ડેટા સેન્ટર છે અને તેની ક્ષમતા ૮૯૨ મેગાવોટ છે.

નવીદિલ્હી,ભારતમાં ઈન્ટરનેટ ક્રાંતિ વિકસિત દેશોની સરખામણીએ થોડા સમય પછી આવી, પરંતુ આજે ભારતે એશિયાના વિકસિત દેશોને પછાડી પ્રખ્યાત બન્યું છે. જો આપણે ડેટા સેન્ટર સ્થાપવાની વાત કરીએ, તો ભારતે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ યુએઇ, જાપાન, સિંગાપોર અને કોરિયા જેવા દેશોને પાછળ છોડી દીધા છે. ૯૫૦ એમડબ્લ્યુની ડેટા સેન્ટર ક્ષમતા ધરાવતો વિશાળ એપીએસી દેશો (ચીન સિવાય)માં ભારત પહેલો દેશ બન્યો છે. આ માહિતી ઝ્રમ્ઇઈ સાઉથ એશિયા પ્રાઈવેટ લિમિટેડના રિપોર્ટમાંથી મળી છે.

ભારત પછી જાપાન બીજા નંબરનું સૌથી મોટું ડેટા સેન્ટર છે અને તેની ક્ષમતા ૮૯૨ મેગાવોટ છે. જાપાન પછી ઓસ્ટ્રેલિયા ૭૭૩ મેગાવોટની ક્ષમતા ધરાવતો દેશ છે, ત્યારબાદ ૭૧૮ મેગાવોટ સાથે સિંગાપોર, ૬૧૩ મેગાવોટ સાથે હોંગકોંગ અને પછી ૫૩૧ મેગાવોટની ક્ષમતા સાથે કોરિયા છે.ટેકનોલોજીની ઝડપથી બદલાતી દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ છે. ઘણી મોટી કંપનીઓ ભારતમાં તેમના ડેટા સેન્ટરની સ્થાપના કરી છે અથવા કરવા માંગે છે. આ જ કારણ છે કે ભારતમાં ડેટા સેન્ટર ઉદ્યોગનો ખૂબ જ સારો વિકાસ થયો છે. જ્યારે કોવિડ રોગચાળો શરૂ થયો, ત્યારે ભારતે તેની ક્ષમતા બમણી કરી દીધી હતી. ૨૦૨૩માં ૨૫૫ મેગાવોટની ક્ષમતા વધારવામાં આવી હતી. ૨૦૨૨માં પણ ૨૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર સ્થાપવામાં આવ્યું હતું.

૨૦૨૪ માં પણ, ડેટા સેન્ટરમાં ક્ષમતાઓ સતત વિસ્તરણ કરવામાં આવી રહી છે. યોજના એવી છે કે અલગ-અલગ શહેરોમાં ૩૩૦ વોટના ડીસી લગાવવામાં આવશે. વાષક આશરે ૩૦ ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે, જે ૧૩૭૦ મેગાવોટ સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારતમાં ૨૦૨૩ સુધીમાં ૧૬ મિલિયન ચોરસ ફૂટનો ડીસી સ્ટોક છે.

ભારત સહિત એપીએસી પ્રદેશમાં રોકાણકારો માટે ટોચની-૩ પસંદગીની વૈકલ્પિક સંપત્તિઓમાંની એક છે. આ ક્ષેત્રમાં વૈશ્વિક ઓપરેટરો, રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને દેશના ઝડપથી વિક્સતા બજારમાં પ્રવેશવા આતુર ખાનગી ઇક્વિટી ફંડ્સ તરફથી નોંધપાત્ર રોકાણ જોવા મળ્યું છે. વૈશ્વિક રોકાણકારો ભારતીય ડેટા સેન્ટર માર્કેટમાં સતત રસ ધરાવે છે. ઘણા જૂથો સ્થાનિક ઓપરેટરો સાથે ભાગીદારી અને સંયુક્ત સાહસો પર નજર રાખી રહ્યા છે. ખેલાડીઓની વધતી સંખ્યાને કારણે આગામી વર્ષોમાં ઓપરેટરોમાં એમએન્ડએ પ્રવૃત્તિમાં વેગ આવવાની શક્યતા છે, જેના પરિણામે બજાર ખૂબ ખંડિત થઈ જાય તે પહેલાં કેટલાક કોન્સોલિડેશનમાં પરિણમી શકે છે.

ભારતનું ડેટા સેન્ટર સેક્ટર, તેની લવચીક્તા અને આકર્ષક વળતરની સંભાવના સાથે, રોકાણકારો માટે એક તક તરીકે ઉભરી આવ્યું છે. આ ક્ષેત્રનું આકર્ષણ એ હકીક્ત દ્વારા વધુ વધાર્યું છે કે ૨૦૧૮-૨૦૨૩ વચ્ચે, ભારતને વૈશ્ર્વિક અને સ્થાનિક બંને રોકાણકારો તરફથી યુએસ ૪૦ બિલિયનથી વધુના રોકાણની પ્રતિબદ્ધતાઓ પ્રાપ્ત થઈ છે.