નવીદિલ્હી,આ વર્ષે ચોમાસુ સામાન્ય તારીખના ૧ દિવસ પહેલાં કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે ૩૧ મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે. જ્યારે ૧૯થી ૩૦ જૂન સુધીમાં તે ગુજરાતમાં પહોંચશે. ચોમાસામાં આ વર્ષે સારો વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દેશમાં આ વર્ષે કેટલા ટકા વરસાદ થશે?. કયા રાજ્યમાં ક્યારે ચોમાસું શરૂ થશે? જોઈશું આ અહેવાલમાંઆ આગાહી કરી છે ભારતીય હવામાન વિભાગે બુધવારે મોડી રાત્રે હવામાન વિભાગે આગાહી કરી કે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના ૧ દિવસ પહેલાં કેરળ પહોંચશે. કેરળમાં સામાન્ય રીતે ૧ જૂને ચોમાસું શરૂ થતું હોય છે પરંતુ આ વર્ષે લા નીના અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૩૧ મેના રોજ ચોમાસું શરૂ થઈ જશે.
દેશમાં તમિલનાડુમાં ૧થી ૫ જૂન વચ્ચે ચોમાસુ પહોંચી શકે છે જયારે આંધ્ર પ્રદેશમાં ૪થી ૧૧ જૂન વચ્ચે,,કર્ણાટકમાં ૩થી ૮ જૂન વચ્ચે,બિહારમાં ૧૩થી ૧૮ જૂન વચ્ચે,ઝારખંડમાં ૧૩થી ૧૭ જૂન વચ્ચે,પશ્ચિમ બંગાળમાં ૭થી ૧૩ જૂન વચ્ચે,છત્તીસગઢમાં ૧૩થી ૧૭ જૂન વચ્ચે,ગુજરાતમાં ૧૯થી ૩૦ જૂન વચ્ચે,મધ્ય પ્રદેશમાં ૧૬થી ૨૧ જૂન વચ્ચે,મહારાષ્ટ્રમાં ૯થી ૧૬ જૂન વચ્ચે,ગોવામાં ૪થી ૫ જૂન વચ્ચે,ઓડિશામાં ૧૧થી ૧૬ જૂન વચ્ચે,ઉત્તર પ્રદેશમાં ૧૮થી ૨૫ જૂન વચ્ચે,ઉત્તરાખંડમાં ૨૦થી ૨૮ જૂન વચ્ચે,,હિમાચલ પ્રદેશમાં ૨૧થી ૨૨ જૂન વચ્ચે,લદાખ-જમ્મુમાં ૨૨થી ૨૯ જૂન વચ્ચે,દિલ્લીમાં ૨૬થી ૨૭ જૂન વચ્ચે,પંજાબમાં ૨૬ જૂનથી ૧ જુલાઈની વચ્ચે,હરિયાણામાં ૨૭ જૂનથી ૧ જુલાઈની વચ્ચે અને ચંદીગઢમાં ૨૭થી ૨૮ જૂન વચ્ચે ચોમાસુ પહોંચી શકે છે.
હવામાન વિભાગે ડેટાના આધારે ખુલાસો કર્યો કે કેરળમાં ચોમાસાની એન્ટ્રીની તારીખ છેલ્લા ૧૫૦ વર્ષમાં તદ્દન અલગ રહી છે. કેમ કે છેલ્લા ૪ વર્ષમાં ચોમાસું કેરળમાં મેના એન્ડ કે જૂન મહિનામાં શરૂ થયું હતું. જ્યારે આ વર્ષે ૩૧ મેના રોજ ચોમાસું કેરળમાં પહોંચશે. જોકે દેશવાસીઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે દેશમાં સારો વરસાદ પડશે. કેમ કે આ વખતે દેશ પર લા નીના નામના જળવાયુના પેટર્ન છે. જેના કારણે ૧૦૬ ટકા જેટલો વરસાદ દેશમાં વરસશે. છેલ્લાં ૩ વર્ષમાં એટલે કે ૨૦૨૦થી ૨૦૨૨ દરમિયાન લા નીના કારણે દેશમાં ૧૦૯ ટકા, ૯૯ ટકા અને ૧૦૬ ટકા વરસાદ થયો હતો.હાલમાં દેશના અનેક રાજ્યોમાં ચોમામું શરૂ થયા પહેલાં જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ૨૦૨૩માં સારો વરસાદ વરસવા છતાં અનેક રાજ્યોમાં ઉનાળો આવતાં આવતાં જળસંકટની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે આશા રાખીએ કે આ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસે અને દેશના કોઈપણ ભાગમાં પાણીનું સંકટ ન સર્જાય.દરમિયાન ગુજરાતમાં ગરમી સાથે વરસાદની આગાહી આવી છે. આગામી ૨૪ કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. બસ, આજે વરસાદ બાદ આવતીકાલથી રાજ્યમાં હીટવેવ આવી જશે. જ્યારે ૧૯થી ૩૦ જૂન સુધીમાં તે ગુજરાતમાં પહોંચશે. ચોમાસામાં આ વર્ષે સારો વરસાદ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે ૨૦થી ૨૨ મેએ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. સાથે ૨૬ મેથી ૪ જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે. ૭ જૂનથી ૧૦ જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થશે. ૧૪થી ૧૮ જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. જેમાં કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવા વરસાદની પણ આગાહી કરી છે. ૨૫ જૂનથી રાજ્યના મોટાભાગમાં ચોમાસું શરૂ થશે.
આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે, પરંતુ તારીખ ૧૭ મેથી ગરમીનો પ્રકોપ વધશે. ૨૫ મે સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં તાપમાન ૪૫ ડિગ્રીથી ઉપર જશે. અમદાવાદમાં ૪૬ ડિગ્રી રહેવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં ૪૩, ઉત્તર સૌરાષ્ટ્રમાં ૪૨ ડિગ્રી રહેવાની શક્યતા બતાવી છે. ત્યારબાદ ૨૦ થી ૨૨ મે સુધીમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે. જેના કારણે કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. ૨૬ મે થી ૪ જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલથી સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. ૧૭ મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો ૧૮ મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યના ૯ શહેરોમા તાપમાન ૪૧ ડિગ્રી પાર નોંધાયું હતું. તો ગઈકાલે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરના ૪૩.૭ ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં માવઠાની આગાહી કરાઇ છે.