ગોધરા, પંચમહાલ જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા જૂના મીટર કાઢીને સ્માર્ટ મીટર લગાડવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આક્રોશ સમગ્ર જીલ્લાઓમાં ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં આવેલા ગોધરા શહેરમાં આવેલા મોટાભાગના વિસ્તારમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા જૂના મીટર કાઢીને નવીન સ્માર્ટ પ્રીપેડ મીટર લગાડવામાં આવ્યા છે. જ્યાં લોકોમાં ફરિયાદ ઉઠવા પામી છે કે સ્માર્ટ મીટરમાં વપરાશ કરતાં વધારે યુનિટ ચાર્જ વસૂલ કરવામાં આવે છે. જ્યાં ચાર થી પાંચ દિવસના 500 થી 700 રૂપિયા સ્માર્ટ પ્રીપેડ મીટરમાં કપાઈ જાય છે. જેને લઇને ગોધરાની જનતાએ સોશિયલ મીડિયાનો સહારો લઈ લઈ જેમાં સ્માર્ટ મીટર હટાવો સમિતિ નામનું ૂવફતિંફાા ગ્રુપ બનાવી પોતાનો રોષ સોશિયલ મીડિયામાં ઠાલવી રહ્યા છે.
હાલ તો સમગ્ર જીલ્લામાં સ્માર્ટ પ્રીપેડ મીટરને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે અને જે પણ જગ્યાએ એમજીવીસીએલ વિભાગની ટીમ જાય છે. ત્યાંના સ્થાનિક લોકો સ્માર્ટ મીટર લગાડવાનો ચોખ્ખો વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગોધરા શહેરમાં પણ સ્માર્ટ મીટર હટાવો સમિતિ નામનું ગ્રુપ બનાવી ગોધરાની જનતા પોતાનો રોષ સોશિયલ મીડિયા દ્વારા કરી રહ્યા છે. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. ગોધરા- સ્માર્ટ મીટર હટાવવા માટે હવે સોશિયલ જંગ, વોટસએપ ગ્રૂપ બનાવીને વિરોધ દર્શાવાયો.