- તલાટી દ્વારા 2023માં વર્ષમાં 560 લગ્નની નોંધણી કરી.
- લગ્ન નોંધણીમાં 70 ટકા ડોકયુમેન્ટ મળ્યા 30 ટકાના કોઇ ડોકયુમેન્ટ નથી.
- તલાટી પી.એમ.પરમારે માત્ર નવેમ્બર-2023માં 100 લગ્ન નોંધણી કરી.
- ભદ્રાલા પંચાયતમાં અન્ય રાજ્યોની લગ્ન નોંધણી થયેલ જણાઈ.
શહેરા,પંચમહાલમાં નીટના કૌભાંડ બાદ લગ્નની બોગસ નોંધણીનું કૌભાંડ બહાર આવ્યું છે. શહેરા તાલુકાના ભદ્રાલા ગ્રામ પંચાયત ખાતે બોગસ દસ્તાવેજ અને અધૂરા આધાર પુરા વગર લગ્ન નોંધણી કરી દેવામાં આવી હોવાનું તાલુકા વિકાસ અધિકારીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. આ ગ્રામ પંચાયત ખાતે વર્ષ 2023 દરમિયાન તલાટી કમ મંત્રી પી.એમ. પરમાર દ્વારા 560 જેટલા લગ્ન નોંધણી કરવામાં આવી જેમાં 70% ના ડોક્યુમેન્ટ મળી આવ્યા જ્યારે 30% ના ડોક્યુમેન્ટ નથી. જ્યારે તત્કાલીન તલાટીને 21/12/2023ના રોજ અહીંથી એક તરફી છુટા કરીને જીલ્લા પંચાયત ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.
પંચમહાલ જીલ્લામાં નીટ કૌભાંડ બાદ લગ્ન નોંધણી કૌભાંડ બહાર આવ્યું હતું. શહેરા તાલુકાના ભદ્રાલા ગામ ખાતે તત્કાલીન તલાટી કમ મંત્રી પી.એમ. પરમાર દ્વારા 2023 માં આ ગ્રામ પંચાયત ખાતે લગ્ન રજીસ્ટ્રેશનની નોંધણી કરીને તાલુકામાં એક મોટો રેકોર્ડ બનાવી દીધો હતો. આ ગ્રામ પંચાયત ખાતે ગુજરાત રાજ્ય તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યના વર વધુઓને લગ્ન સર્ટી આપ્યા હતા. આ ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પી.એમ.પરમારે નવેમ્બર 2023 માં 100 કરતાં વધુ લગ્ન નોંધણી કરાવવા સાથે એક વર્ષના ફરજ દરમિયાન તેઓએ આ ગ્રામ પંચાયત ખાતે 560 જેટલા લગ્ન નોંધણી કરીને સર્ટી આપ્યા હતા. જોકે, જે તે સમયે આ ગામના માજી સરપંચ અને ડેપ્યુટી સરપંચ ને આ બાબતે જાણ થતા તેઓએ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલને આ બાબતે જાણ કરતા તેઓએ તાત્કાલિક તત્કાલીન તલાટી કમ મંત્રી પ્રવીણ પરમારને કચેરી ખાતે બોલાવીને પૂછપરછ હાથધરી હતી. જોકે, આ બાબતને ગંભીરતા લઈને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તત્કાલીન તલાટી પ્રવીણ પરમારને જાન્યુઆરી 2024માં અહીંથી છુટા કરીને જીલ્લા પંચાયત કચેરી ખાતે સોંપી દેવામાં આવ્યા હતા. પાર્થ પટેલ એ આ બાબતને ગંભીરતાથી લઈને તપાસ કરતા 560 જેટલા લગ્ન નોંધણી કરવામાં આવ્યા જેમાંથી 70% ના ડોક્યુમેન્ટ મળી આવ્યા અને 30 ટકાના હજુ સુધી મળ્યા ન હતા જ્યારે તાલુકા વિકાસ અધિકારીએ પાર્થ પટેલે જણાવ્યું હતું કે, આ ગ્રામ પંચાયત ખાતેથી મુસ્લિમ છોકરી અને હિન્દુ યુવાનનું પણ અહીંથી આધાર પુરાવા વગર લગ્ન નોંધણી કરાઈ હતી. જે રીતે આ ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પ્રવીણ પરમાર એ તેમના ફરજ દરમિયાન જે લગ્ન નોંધણી કરી એમાં ઘણા બધા બોગસ દસ્તાવેજ અને આધાર પુરાવા વગર કરવામાં આવતા આ બાબતે તલાટી સામે જરૂરી કાર્યવાહી પણ સંબંધિત તંત્ર દ્વારા શું કરવામાં આવશે એ તો જોવુંજ બની રહ્યું છે.
અરવલ્લી જીલ્લાના ભીલોડા ખાતેથી દિનેશ પરમાર પોતાની ભાણીના લગ્ન નોંધણી આ ગ્રામ પંચાયત થયેલ હોવાથી તેઓ અહીં આવ્યા હતા. તેમની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી બેનને મારી ભાણી ઝલક ચાવડાએ જણાવ્યું હતું કે હું ત્યાં ગઈ નથી અને ગયા વગર લગન નોંધણી કરાઈ છે.
લગ્ન નોંધણીમાં મહાદેવ મંંદિર ઉલ્લેખ થયેલ ત્યાં કોઇ લગ્ન થયાનું જોયા ન હોવાનુંં ગ્રામજનોનું નિવેદન…
લગ્ન નોંધણી સર્ટિફિકેટ માં મહાદેવ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવતો હોય પણ સ્થાનિક ગ્રામજન ભુરાભાઈના જણાવ્યા અનુસાર આ મંદિર ખાતે અહીં કોઈ છોકરા-છોકરી લગ્ન કરવા આવતા અમે જોયા નથી. ત્યારે લગ્નની બોગસ નોંધણી એ પણ બોગસ દસ્તાવેજ અને અધૂરા આધાર પુરાવા વગર ઘણા બધા લોકોએ લગ્ન નોંધણીના સર્ટી અહીંથી મેળવ્યા હોય ત્યારે તપાસ દરમિયાન ઘણું બધું બહાર આવે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.
ભદ્રાલા ગ્રામ પંચાયતમાં 6 મહિનામાં 560 જેટલા લગન નોંધણી થયા હતા. જેમાંથી 70% ડોક્યુમેન્ટ મળેલા અને 30%ના મળ્યા નથી. જે ડોક્યુમેન્ટ મળ્યા છે, એમાં પૂરતા આધાર પુરાવા મળ્યા નથી. તત્કાલીન તલાટી પ્રવીણ પરમાર તેમના ફરજ દરમ્યાન નવેમ્બર મહિનામાં 100 કરતાં વધુ લગ્ન રજીસ્ટર કર્યા હતા. બનાસકાંઠા, હિંમતનગર સહિત અન્ય રાજ્ય માંથી પણ અહીં લગ્ન નોંધણી કરાઈ છે. એક લગ્ન હિન્દુનો છોકરો અને મુસલમાનની છોકરીના પણ અધરકાશ હોવા છતાં અને આધાર પુરાવા વગર લગ્ન નોંધણી કરી દેવામાં આવી હતી. તત્કાલીન તલાટીને પહેલા નોટિસ આપ્યા બાદ પણ યોગ્ય ખુલાસો નહીં આપતા 21/12/2023 રોજ એક તરફી છૂટો કરીને જીલ્લાના હવાલે કર્યો હતો. આ પહેલા પણ તલાટીએ કાલોલ તાલુકાના મલાવ ખાતે પણ ઘણા બધા લગ્ન રજીસ્ટ્રેશન કર્યા છે.: પાર્થ પટેલ…. તાલુકા વિકાસ અધિકારી, શહેરા ….
સ્થાનિક ગ્રામજનની રજુઆત બાદ તપાસમાંં કૌભાંડ સામે આવ્યુંં…..
ભદ્રાલા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી પી.એમ. પરમાર નવેમ્બર 2023 માં ગ્રામ પંચાયત કચેરી ખાતે 100 કરતાં વધુ લગ્ન રજીસ્ટ્રેશન કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સ્થાનિક રજૂઆતને ધ્યાનમાં લઈને તાલુકા વિકાસ અધિકારીએ આ બાબતે ઊંડાણ પૂર્વક તપાસ કરતા બોગસ આધાર પુરાવા અને બોગસ દસ્તાવેજ વગર ઘણા બધા લગ્ન નોંધણી કરાઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે, જાગૃત ગ્રામજનોના જણાવ્યા અનુસાર તત્કાલીન તલાટી ગ્રામ પંચાયત કચેરી ખાતે તેમના સમય દરમિયાન ઓછા જોવા મળતા હતા.