દાહોદ, પંચાલ નવયુવક મંડળ, દાહોદ દ્વારા તા.12/5/2024 રવિવારના રોજ સમાજને ઉર્ધ્વગામી બનાવવા માટે સમાજના જ્ઞાતિજનોને માર્ગદર્શન તેમજ શૈક્ષણિક ક્ષેત્ર ઉચ્ચ શિક્ષણમાં જવા ઇચ્છુક યુવા મિત્રોને કારકિર્દી માર્ગદર્શન અંગેનો વાર્તાલાપ રાખવામાં આવેલ જેમાં સંસ્કૃતના પ્રખર વક્તા અને લિટલ ફલાવર સ્કૂલ, દાહોદના આચાર્ય કૃતાર્થભાઈ જોશી દ્વારા કારકિર્દી અંગેની ખુબજ ઊંડી સમજ સરળ રીતે આપવામાં આવી હતી તથા પ્રખર ભાગવત કથાકાર અને એમ.વાય.હાઇસ્કુલ, દાહોદના નિવૃત્ત આચાર્ય મુરબ્બી નલીનભાઇ ભટ્ટ દ્વારા સમાજ અને સંગઠનને લગતી ખૂબ જ અગત્યની વાતો સમજાવવામાં આવી હતી. કાર્યક્રમમાં પંચાલ પંચ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જીલ્લા પ્રગતિ મંડળના પ્રમુખ, સમાજના જુદા જુદા ગ્રુપો, વિદ્યાર્થીઓ તથા જ્ઞાતિબંધુ ઓ હાજર રહ્યા હતા.
પંચાલ નવયુવક મંડળની આ એક નવી પહેલને બિરદાવવા બદલ મંડળના પ્રમુખ હિમેનભાઈ પંચાલે સૌને આવકાર્યા હતા અને આભાર માન્યો હતો. મંડળના મંત્રી મયુરભાઈ પંચાલ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્રભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.