દાહોદમાં પુત્રને નોકરી અપાવવા માટે પિતા 3.02 લાખ ઓનલાઈન ઠગાયા

  • અલગ અલગ બહાને રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા: બે ભેજાબાજો સામે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી.

દાહોદ,દાહોદના એક વ્યક્તિને પુત્રને નોકરી અપાવવાની લાલચ આપી અલગ અલગ બહાને 3,02,000 પડાવી બે અજાણ્યા બેજાબાજોએ ઓનલાઇન ઠગાઇ કરી હતી. દાહોદના ગોદીરોડ પર રહેતા આશીષભાઈ નામક વ્યક્તિ 1 વર્ષ અગાઉ મોબાઇલમાં સોશિયલ મીડીયા ચલાવતા હતા. તે દરમિયાન નોકરી ની જાહેરાતની લીન્ક આવતા તેના પર ટચ કરેલ અને તેમાં એક મોબાઇલ નંબર મળેલ. જેના ઉપર સંપર્ક કરી નોકરી બાબતે પુછપરછ કરતાં અમારી કંપનીમાં અલગ અલગ ફિલ્ડ પર નોકરી આપે છે. તે પછી સામેથી રજી. માટે આધાર કાર્ડનો ફોટો માંગતા તેમના છોકરાના આધાર કાર્ડના ફોટા મોકલ્યા હતા. ત્યાર બાદ રજી. માટે 300 રૂા. જમા કરાવવાનું કહી ક્યુઆર કોડ મોકલતા 300 રૂા. ટ્રાન્સફર કર્યા હતા. બાદ તમારા છોકરાના મહિને 50,000 પગાર આપશું અને રહેવા જમવાની સુવિધા કંપની કરી આપશે તેમ કહી ઓનલાઇન ટ્રાન્સફર કરાવી પડાવી લીધા હતા. ત્યાર બાદ તેમની પાસે રૂપિયા પરત માંગતા તમારે 6 હજાર ભરવા પડશે તેમ કહેતા તેમને 6000 ટ્રાન્ફર કર્યા હતા અને ત્યાર બાદ બેન્કમાં તપાસ કરતાં ખાતામાં રૂપિયા આવ્યા ન હતા. ભેજાબાજે આશીષભાઇ પાસેથી નોકરી અપાવવાની લાલચ આપી 3,02,000 ખંખેરી લીધા બાદ પણ નોકરી નહી આપતાં છેતરપિંડી થયા નો અહેસાસ થતાં આશીષભાઇએ સાઇબર હેલ્પ લાઇન નંબર 1930 ઉપર ફરિયાદ નોંધાવી હતી.