- શેઢી નદીના બ્રિજની રીપેરીંગની કામગીરી કરવાના કામે અંધજ ચોકડીથી કમળા ચોકડી સુધીના રસ્તા પર ટ્રાફીક ડાયવર્ટ કરવા માટેનું જાહેરનામું.
નડિયાદ,અમદાવાદ-મહેમદાવાદ-નડીઆદ રાજય ધોરી માર્ગ-03 ઉપર સિલોડ ગામ પાસે કિ.મી.40/200 ઉપર આવેલ શેઢી નદીના બ્રિજની રીપેરીંગની કામગીરી કરવાના કામે અંધજ ચોકડીથી કમળા ચોકડી સુધીના રસ્તાને તા.10/05/2024 થી તા.02/06/2024 સુધી બંધ કરવામાં આવે ત્યાં સુધી વૈકલ્પિક રસ્તાઓ ઉપર ટ્રાફીક ડાયર્વટ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે.
આથી, ભરત જોષી, જી.એ.એસ. અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા-નડીઆદ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(ખ) થી તેઓને મળેલ સત્તાની રૂએ તા.15/05/2024 ક.00-00 થી તા.04/06/2024 ક.24-00 ના સમય દરમ્યાન નડીયાદથી કમળા ચોકડી, અંધજ ચોકડી, ખાત્રજ ચોકડી થઈ અમદાવાદ તરફ જતો તમામ વાહન વ્યવહાર અને અમદાવાદ ખાત્રજ ચોકડીથી અંધજ ચોકડી, કમળા ચોકડી નડીયાદ તરફ આવતો તમામ વાહન વ્યવહાર ઉપર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવે છે.
વાહન વ્યવહાર પસાર થવાના વૈકલ્પિક માર્ગ તરીકે નડીયાદ કમળા ચોકડી થી અંધજ ચોકડી, ખાત્રજ ચોકડી થઈ અમદાવાદ તરફ જતો તમામ વાહન વ્યવહાર પૈકી મોટા વાહનો- નડીયાદ કમળા ચોકડી, બિલોદરા ચોકડી, મહુધા, સિહુંજ ચોકડી, ખાત્રજ ચોકડી થી અમદાવાદ તરફ અને નડીયાદ કમળા ડભાણ ચોકડી, ખેડા ચોકડી, ખાત્રજ ચોકડી થી અમદાવાદ તરફ જઈ શકશે.
ઉપરાંત નાના વાહનો માટે- નડીયાદ કમળા ચોકડી, બિલોદરા ચોકડી, જશભાઈ પંપ, મુલજ, અરેરા, અંધજ ચોકડી, ખાત્રજ ચોકડીથી અમદાવાદ તરફ અને નડીયાદ ડભાણ ચોકડી, ને.હા.નં.8, ખેડા કેમ્પ, ખુમારવાડ, વરસોલા ચોકડી, ખાત્રજ ચોકડી થી અમદાવાદ તરફ જઈ શકાશે.
વધુમાં, અમદાવાદ-ખાત્રજ ચોકડી, અંધજ ચોકડી થી કમળા ચોકડી, નડીયાદ તરફ આવતો તમામ વાહન વ્યવહાર પૈકી મોટા વાહનો- અમદાવાદ, ખાત્રજ ચોકડી, સિહુંજ ચોકડી, મહુધા, બિલોદરા ચોકડી, કમળા ચોકડી નડીયાદ તરફ અને અમદાવાદ, ખાત્રજ ચોકડી, ખેડા ચોકડી, ડભાણ ચોકડી, કમળા ચોકડી નડીયાદ તરફ જઈ શકશે.
નાના વાહનો- અમદાવાદ, ખાત્રજ ચોકડી, અંધજ ચોકડી, અરેરા, મુલજ, જશભાઈ પંપ, બિલોદરા ચોકડી, કમળા ચોકડી નડીયાદ તરફ અને અમદાવાદ, ખાત્રજ ચોકડી, વરસોલા ચોકડી, ખુમારવાડ, ખેડા કેમ્પ, ને.હા.નં.8, ડભાણ ચોકડી, કમળા ચોકડી નડીયાદ તરફ જઈ શકશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ઇસમ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-131 અને ભારતીય ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ- 188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
આ વિગત મુજબ રોડ ઉપરનો ટ્રાફીક બંધ કરવામાં આવે અને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવે તે માટે જરૂરી વ્યવસ્થા કાર્યપાલ ઇજનેર, માર્ગ અને મકાન (રાજય), નડીઆદ દ્વારા પોલીસના સંકલનમાં રહી કરવાની રહેશે તેમજ રોડના ડાયવર્ઝન સૂચવતા બોર્ડ જે-તે સ્થળોએ મૂકવાના રહેશે એમ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા નડિયાદ દ્વારા જણાવવામાં આવે છે.